મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા


SHARE









મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા

મોરબીના શનાળા રોડ પર આવેલ જુદી જુદી સોસાયટી વિસ્તારની અંદર ગઇકાલે સાંજના સમયે રજડતા કૂતરાએ આતંક મચાવ્યો હતો અને એક બે નહીં પરંતુ 20 થી વધુ લોકોને બચકા ભરી લીધા હતા જેથી તે તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને રજડતા કૂતરા અવાર નવાર લોકોને બચકા ભરતા હોય મહાપાલિકાની ટીમ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે

મોરબીના શનાળા રોડ પર આવેલ જીઆઇડીસી પાસે ચિત્રકૂટ અને આસપાસની સોસાયટી વિસ્તારની અંદર ગઇકાલે સાંજના સમયે રજડતા કૂતરાએ આતંક મચાવી દીધો હતો અને રસ્તા ઉપરથી પસાર થતાં બાળકો, મહિલા, યુવાન, વૃદ્ધો વગેરેને નિશાન બનાવ્યા હતા અને તેઓને શરીરે બચકા ભરી લીધા હતા જેથી ઈજા પામેલા લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલને અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને અવારનવાર શહેરના જુદા જુદા વિસ્તારની અંદર રજડતા કુતરા લોકોને બચકા ભરી લેતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા રજડતા કૂતરાને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ લાગણી વ્યક્ત કરેલ છે




Latest News