મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ


SHARE





માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ

માળીયા (મી)ના સરવડ ગામે યુવાનના ઘર પાસે રહેતો શખ્સ તેના માતા પિતા અને કાકા કાકી ને ગાળો આપી રહ્યો હતો જેથી તે શખ્સને યુવાને ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે યુવાન અને સાહેદને ગાળો આપી હતી અને માર મારવાની ધમકી આપી હતી તેમજ યુવાનની કારમાં લાકડાના ધોકા અને પથ્થરના ઘા મારીને કારમાં નુકસાન કર્યું હતું જેથી યુવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા નિલેશભાઈ દુર્લભજીભાઈ શેરસીયા (42)હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચિરાગભાઈ રમેશભાઈ ગામ રહે. સરવડ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ઘર નજીક આરોપી તેના માતા પિતા અને કાકા કાકીને ગાળો આપતો હતો જેથી ફરિયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને માર મારવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીએ શેરીમાં પાર્ક કરેલી તેની સ્વીફ્ટ ગાડી નંબર જીજે 3 એફકે 3197 માં લાકડાના ધોકા અને પથ્થરના ઘા ગાડીમાં મારીને નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શક્તિ ચોક પાસે થોડા દિવસો પહેલા કાર અને બાઈક વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં વિનોદભાઈ ગોપાલભાઈ રાઠોડ (૩૬), જસવંતીબેન વિનોદભાઈ (૩૫), યુવરાજ વિનોદભાઈ (૧૦) અને માનસી વિનોદભાઈ (૦૬) ને ઇજાઓ થઈ હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ધ્રુવરાજસિંહ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અસ્મિતાબેન વિજયભાઈ ભોજવીયા નામની ૨૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ ગયા હોય તેમને સારવાર માટે આયુષ હોસ્પિટલએ અને ત્યાંથી વધુ સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરી કારણ અંગેની તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના ભવાની ચોક નજીક અજીમશા હુસેનશા ફકીર (૨૦) નામના યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધી હોય સારવાર માટે દવાખાને ખસેડાયો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.




Latest News