મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા


SHARE









મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા

મોરબીમાં રામચોકથી ભક્તિનગર સર્કલ સુધી નાગરિકોને અવરજવર માટે સુવિધા મળે અને જાહેર માર્ગો પર દબાણ ન થાય તે હેતુસર શહેરના રોડ પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી મનપાની દબાણ શાખા દ્વારા કરવામાં આવી હતી.

મોરબીમાં જાહેર માર્ગો પર ફેરીયાઓ દ્વારા કરાયેલ દબાણને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી કરીને રસ્તાઓને દબાણમુક્ત રાખવા માટે સમયાંતરે દબાણો દૂર કરવામાં આવે છે. દરમ્યાન નેહરુ ગેટથી જૂના બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં દબાણરૂપ તથા ટ્રાફિકને નડતરરૂપ ફેરીયાઓને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ હોર્ડીંગ/ કીઓસ્ક દુર કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત રામ ચોકથી ઉમિયા સર્કલ, સામાકાંઠે ગેંડા સર્કલ અને લાલ બાગની દીવાલ પાસે કરવામાં આવેલા દબાણ દૂર કર્યા હતા અને ઘણા દબાણ કરનારાઓ પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર કિઓસ્ક તથા હોર્ડિંગ બોર્ડ દૂર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે.




Latest News