હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં બે યુવાન ઉપર ચાર શખ્સોએ ધારિયા, કુહાડી અને ધોકાથી કર્યો હુમલો: એક યુવાનની આંગળી કપાઈ ગઈ


SHARE





મોરબીમાં નજીવી વાતમાં બે યુવાન ઉપર ચાર શખ્સોએ ધારિયા, કુહાડી અને ધોકાથી કર્યો હુમલો: એક યુવાનની આંગળી કપાઈ ગઈ

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં ચોરા પાસે બેઠેલા બે યુવાનો ઉપર ચાર શખ્સોએ નજીવી વાતમાં ધારિયા, કુહાડી અને ધોકા વડે હુમલો કર્યો હતો અને ત્યારે બંને યુવાનોને હાથમાં ધારિયા અને કુહાડીના ઘા માર્યા હતા જેથી તેઓને ઇજા થઈ હતી અને બે પૈકીનાં એક યુવાનના ડાબા હાથની એક આંગળી કપાઈ ગઈ હતી. જેથી ઈજા પામેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા ગોવિંદભાઈ ધીરુભાઈ સુરેલા (30)એ હાલમાં પોલીસ સ્ટેશન ખાતે રાઘવ ઉર્ફે હકાભાઇ રોહિત કુંવરીયા, કપિલ કુંવરીયા, રોહીત ઉર્ફે બાડો ટીડાણી અને દીકુ કોળી રહે. બધા ત્રાજપર ખારી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી તથા સાહેદિપક દેથરીયા બંને ત્રાજપર ખારીના ચોરા પાસે બેઠા હતા ત્યારે આરોપી રાઘવ ત્યાં આવ્યો હતો અને દીપક દેથરીયાએ તેના ભત્રીજા ચિન્ટુ સાથે માથાકૂટ કેમ કરી હતી તેમ કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ દિપક ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો જેથી દિપકને હથેળીના ગંભીર ઇજા થઈ હતી માટે ફરિયાદી તેને બચાવવા માટે વચ્ચે પડતા તેને પણ રાઘવે હથેળીના ભાગે ધારિયાનો ઘા માર્યો હતો અને ત્યાર બાદ રોહિતે ફરિયાદીને હાથમાં કુહાડી મારી હતી જેથી કરીને ફરિયાદીના ડાબા હાથની ત્રીજી આંગળી કપાઈ ગઈ હતી અને દીકુ તથા કપિલે લાકડાના ધોકા અને ઢીકાપાટુનો મારમારીને ઇજા કરી હતી આમ ચારેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેને ધારિયા અને કુહાડી વડે હુમલો કરીને માર માર્યો હતો તેમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

સ્પાના સંચાલક સામે કાર્યવાહી

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટની સામેના ભાગમાં ભાર્ગવ શોપિંગ સેન્ટરમાં ગ્રેવિટી સલૂન એન્ડ સ્પા આવેલું છે અને ત્યાં કામ કરતા કર્મચારીઓની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી અને સ્પામાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પણ જાહેરનામા મુજબ રાખવામાં આવ્યું ન હતું જેથી હાલમાં સ્પાના સંચાલક બળવંતભાઈ મોતીભાઈ નકુમ (50) રહે. વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News