મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના પાજ ગામે મૈત્રી કરાર કરીને રહેતી મહિલાના કાકા અને કાકાના બે દીકરાઓએ યુવાનના પિતા ઉપર કર્યો પાઇપ વડે હુમલો


SHARE









વાંકાનેરના પાજ ગામે મૈત્રી કરાર કરીને રહેતી મહિલાના કાકા અને કાકાના બે દીકરાઓએ યુવાનના પિતા ઉપર કર્યો પાઇપ વડે હુમલો

વાંકાનેરના પાજ ગામે મૈત્રી કરાર કરીને રહેતી મહિલાના કાકા અને કાકાના બે દીકરાઓએ મહિલાએ જેની સાથે મૈત્રી કરાર કરેલ છે તે વ્યક્તિના પિતા સહિત બે લોકોને પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ મૈત્રી કરાર કરનાર મહિલાએ તેના કાકા અને કાકાના બે દીકરાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

મૂળ વાંકાનેરના લાલપર ગામના રહેવાસી અને હાલમાં પાજ ગામે રહેતા અજીજાબેન ફારુકભાઈ સંધિ (36)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સલીમભાઈ બલોચ, આસિફ સલીમભાઈ બલોચ, અને અબરાર સલીમભાઈ બલોચ રહે. બધા લાલપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ પોતાના પતિથી અલગ મુરાદખાનના દિકરા નાસિર સાથે મૈત્રી કરાર કરી રહે છે અને મુરાદખાન તેમજ તેનો પૌત્ર નવાજ બંને મુરાદખાનની દીકરીની લાલપર પાસે હોટલ આવેલ છે ત્યાં બેઠા હતા ત્યારે ફરિયાદીના કાકા સલિમભાઈ અને તેના બે દીકરા ત્યાં લોખંડના પાઇપ સાથે આવ્યા હતા અને મુરાદખાન અને તેના પૌત્ર ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે મુરાદખાનને હાથે અને પગે લોખંડ પાઈપથી માર માર્યો હતો. જેથી મુરાદખાનને બંને હાથ પગે ઇજા થઈ હતી તેમજ નવાજને પણ હાથે, પગે અને ડોકના ભાગે ઇજા થઈ હતી અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા અને  આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News