મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો


SHARE





માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો

માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં આરોપી છેલ્લા દોઢેક વર્ષથી વોન્ટેડ હતો જે આરોપીને પકડવા માટે રેન્જ આઇજી દ્વારા ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું જે આરોપીને એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે.

માળીયા(મી)ના વાગડીયા ઝાંપા અંદર જુની એસ.બી.આઇ.બેન્ક પાસે બે જુથ વચ્ચે ગતા. 25/10/24 ના રોજ મારામારીનો બનાવ બનેલ હતો જેની ફરિયાદી ખમીસાભાઇ ઓસમાણભાઇ જેડાફરીયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેના પોતાના કાકાના દિકરા સોહિલને આરોપીના છોકરાઓ સાથે નાની વાતમાં ઝગડો થયેલ હોય જેનો રોષ રાખીને આરોપીઓ બે ગાડીઓમાં હથિયારો સાથે આવીને ફરીયાદી તથા સાહેદો ઉપર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ફરીયાદીના ભાઇ હૈદરભાઇ અલીમહમદ ઉર્ફે ઇલીયાસભાઇ જેડાને આરોપીઓએ બંદુકમાંથી ફાયરીંગ કરીને ગોળી મારીને હત્યા કરી હતી. જેથી 10 શખ્સોની સામે ગુનો નોંધાયો હતો. જે ગુનાની તપાસ માળીયા(મીં)ના પીઆઇ કરી રહ્યા હતા. અને અત્યાર સુધીમાં 9 જેટલા આરોપીઓને પકડવામાં આવેલ આવેલ છે. અને તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરી હતી અને આ ગુનામાં મુખ્ય આરોપી ફારૂકભાઇ હબીબભાઇ જામ રહે. માળીયા(મી) વાળો છેલ્લા દોઢેક વર્ષથી નાતો ફરતો હતો.

દરમ્યાન રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા 29 જેટલા આરોપીઓના નામ જાહેર કરીને ઇનામની જાહેર કર્યા હતા જેમાં ફારૂકભાઈ જામના નામનો પણ સમાવેશ થતો હતો. અને આરોપી ફારૂકભાઈ જામ માટે 20 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમ્યાન એલસીબીના પીઆઇ આર.સી.ગોહિલને બાતમી મળી હતી કે, આરોપી ફારૂકભાઈ હબીબભાઇ જામ (35) માળીયા(મી)માં મચ્છુ માતાજીના મંદિર ગઢીયા તળાવ પાસે પોતાના ખેતરે છે જેથી તાત્કાલીક એલ.સી.બી., પેરોલફર્લો તથા એસ.ઓ.જી. ના અધિકારી અને કર્મચારીઓએ ત્યાં પહોચીને મુખ્ય આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીને માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે સોપી દેવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, હાલમાં પકડાયેલ આરોપી સામે હત્યા, હત્યાની કોશિશ સહિત કુલ મળીને 6 જેટલા ગુના માળીયા અને સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.




Latest News