મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા


SHARE









કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ માળિયા (મી) તાલુકાના હરીપર ગામ નજીક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં ઇકો ગાડીમાં બેઠેલા વ્યક્તિઓમાંથી બાળક સહિત કુલ મળીને 4 લોકોના મોત નિપજ્યાં છે અને મૃતક વ્યક્તિઓના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે. અને અકસ્માતના આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત થયેલા વાહનોને રોડ સાઈડમાં કરીને રસ્તા ઉપરનો ટ્રાફિક ક્લિયર કરાવવા માટેની કામગીરી કરી છે.

દીવનો કાપડિયા પરિવાર પોતાની ઈકો ગાડી લઈને કચ્છમાં માતાના મઢે દર્શન કરવા માટે ગયો હતો અને માતાના મઢે માતાજીના દર્શન કરીને આ પરિવાર દીવ તરફ પાછો જઈ રહ્યો હતો ત્યારે માળિયા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસેથી તેઓની ઇકો ગાડી પસાર થઈ રહી હતી દરમિયાન કોઈ કારણોસર ઇકો ગાડીનું ટાયર ફાટી ગયું હતું જેથી કારના ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડિવાઇડર કૂદીને સામેની સાઈડમાં રોડ ઉપરથી પસાર થઈ રહેલ ટ્રક સાથે ઇકો ગાડી અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈકો ગાડીમાં બેઠેલા કુલ છ વ્યક્તિઓમાંથી બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત નીપજયાં છે જેમાં ઇકો ગાડીના ચાલક ભરતકુમાર વીરજીભાઈ બાંભણિયા (50) રહે. રામનગર ખરા વિસ્તાર, દીવ, મૂળ ગીર સોમનાથ, કંચનબેન વિરજીભાઈ બાંભણિયા (60), જીવાંશુ મનોજ કાપડિયા (7) અને મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (50)નો  સમાવેશ થાય છે અને આ બનાવમાં જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા (35) અને તેમની દીકરી વૈદર્શી મનોજભાઈ કાપડિયા (12)ને ઇજા થઈ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે. હાલમાં મૃતકોના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવેલ છે આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી છે અને સ્થળ ઉપર અકસ્માત થયેલ વાહનોને રોડ સાઈડમાં કરવા માટેની કામગીરી હાથ ધરી છે અને માળિયા કચ્છ હાઇવે રોડ ઉપરનો ટ્રાફિક ક્લીયર કરવા માટેની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.






Latest News