હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા
Breaking news
Morbi Today

હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો


SHARE











હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો

હળવદના કડીયાણા ગામે યુવાને વાડી સુધીનું પાણી લઈ જવા માટે સહિયારી ભાગમાં પાણીની પાઇપ લાઇન નખાવી હતી અને વાડીએ પાણી પાવાનો વારો યુવાનનો હતો જેથી તે પોતાની વાડીએ પાણી પાતો હતો ત્યારે પાણીની લાઇનના ભાગીદાર સહિત બે શખ્સો ત્યાં આવ્યા હતા અને પાણીનો પોતાનો વારો છે તેવું કહીને યુવાન સાથે બોલાચાલી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાકડાના ધોકા વડે યુવાનને માર માર્યો હતો તથા ત્યાં હાજર રહેલ મહિલાને માથામાં ભાગે છોરીયાનો ઘા મારીને તેને માથામાં ઇજા કરી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

હળવદ તાલુકાના કડિયાણા ગામે રહેતા મનસુખભાઈ તેજાભાઈ વડદોલીયા (38)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વડદોલીયા અને પ્રભાતભાઈ વાલજીભાઈ વડદોલીયા રહે. બંને કડીયાણા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, કડીયાણા ગામની સીમમાં ફરિયાદીની વાડીએ તેઓ પાણીની લાઈનમાંથી પાણી પાતા હતા અને પાણીની લાઈન ફરિયાદી તથા આરોપીએ સહિયારી નાખેલી હોય પાણીનો વારો ફરિયાદીનો હતો જેથી તે પોતાના ખેતરમાં પાણી પાતા હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને પાણીનો પોતાનો વારો છે તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને પ્રવીણભાઈએ ઢિકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે ફરિયાદીને પગમાં માર મારીને ઇજા કરી હતી જ્યારે પ્રભાતભાઈએ સાહેઅમૃતબેનને માથામાં છોરિયાનો ઘા મારીને ઇજા કરી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

મોરબીના ધીરપુર ગામની સીમમાં સોરીસો ચોકડી પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સાહિલભાઈ ઉર્ફે સોહીલ ઈશાભાઈ પલેજા (36) રહે. ત્રાજપર મોરબી વાળો મળી આવતા પોલીસે તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે માળીયા (મી)ના ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વલીમામદ કરીમ મોવર (30) રહે. ગેબનશા પીરની દરગાહ પાસે માળિયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હતો જેથી પોલીસે 200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીયરના 3 ટીન

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના 3 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 300 રૂપિયાની કિંમતના બિયરના જથ્થા સાથે આરોપી નવીનભાઈ શીવાભાઈ ડાભી (38) રહે. રવાપર રોડ નરસંગ ટેકરી પાછળ હિરાસર રોડ અક્ષર એપાર્ટમેન્ટની પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News