લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર ગામે ઝઘડો કરશે તેમ સમજીને આધેડ ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો


SHARE









વાંકાનેરના લાલપર ગામે ઝઘડો કરશે તેમ સમજીને આધેડ ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો

વાંકાનેરના લાલપર ગામ રહેતા આધેડની ભત્રીજી સાથે મૈત્રી કરાર કરીને રહેતા શખ્સન પિતા અને ભાઈ દ્વારા ઝઘડો કરશે તેમ સમજીને મૈત્રી કરાર કરનાર મહિલાના કાકા ઉપર કુહાડી અને હુમલો કરવામાં આવ્યો હતો અને તેને માથાના ભાગે કુહાડી મારી હતી.તેમજ શરીરના ભાગે પાઇપ મારવામાં આવેલ છે.જેથી માથા, જમણા હાથે અને પગે ઇજાઓ થઈ હતી અને આધેડને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના લાલપર ગામે રહેતા સલીમભાઈ નુરમામદ બ્લોચ (51) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મુરાદખાન અલીખાન પઠાણ અને મુનીરખાન મુરાદખાન પઠાણ રહે.બંને પાજ તા.વાંકાનેર સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે તેઓની ભત્રીજી આરોપી મુરાદખાનના દિકરા નાસીર સાથે મૈત્રી કરાર કરીને રહેતી હોય જે બાબતનો ખાર રાખીને ફરિયાદીએ ઝઘડો કરશે તેમ સમજી ફરિયાદી મહીકાથી તેનું બાઈક લઈને લાલપર ગામ પાસે આવેલ બિસ્મીલા હોટલ નજીક આવેલ હતા.ત્યાં આરોપીઓ ઊભા હતા અને મુરાદખાને કુહાડીનો ઊંધો ઘા ફરિયાદીને માથામાં મારીને તથા મુનીરખાને લોખંડના પાઇપ વડે શરીરે માર મારીને ફરિયાદીને માથામાં તથા જમણા હાથે અને જમણા પગમાં ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીએ છે કે મારા મારીના આ બનાવ સંદર્ભે અગાઉ મુરાદખાન પઠાણની દીકરીએ હાલના ફરિયાદી અને તેના બે દીકરા સામે ફરિયાદ નોંધાવી છે.

બાઈકની ચોરી

વાંકાનેરના રાજા વડલા ગામે રહેતા કાળુભાઈ મેરૂભાઈ દેત્રોજા (60) નામના વૃદ્ધે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના પુલ દરવાજા પાસે ટાઉનહોલ ખાતે તેમણે પોતાનું બાઈક નંબર જીજે 3 બીઆર 3641 પાર્ક કરીને મૂક્યું હતું જે 10 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News