ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા વાંકાનેરના લાલપર ગામે ઝઘડો કરશે તેમ સમજીને આધેડ ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું 


SHARE











મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું 

મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી કરવામાં આવી ત્યારે પ્રદેશ ભાજપની ગાઈડ લાઈનને તો નેવે મૂકી જ દેવામાં આવી હતી.જો કે, સામાન્ય ચૂંટણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં મોરબીમાં ક્યાંકને ક્યાંક ભાજપ ઉપર સંઘનું પ્રભુત્વ વધી ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.ત્યારે આગામી સમયમાં હજુ પણ મોરબીના રાજકારણમાં મોટા બદલાવ અને આશ્ચર્યજનક કહી શકાય તેવા ફેરફારો જેવા મળશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે.

મોરબી મહાપાલિકાની પહેલી ચૂંટણીમાં ભાજપ પાસેથી ઘણા 400 થી વધુ લોકોએ ટિકિટની માંગણી કરી હતી અને જે લોકોને ટિકિટ ન મળી તેમાંથી કેટલા આગેવાનોએ અપક્ષમાંથી ઉમેદવારી કરીને ચૂંટણી લડી હતી.જો કે, મહાપાલિકાની પહેલી ચૂંટણીમાં 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો.ત્યાર બાદ ગઇકાલે મોરબી મહાપાલિકા હોલમાં પ્રથમ બોર્ડ બેઠકનું આયોજન કર્યું હતું.જેમાં તમામ ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.અને આ પ્રથમ બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચુંટણી નિયમાનુસાર કરવામાં આવી હતી.જેમાં પહેલાથી જેના નામની ચર્ચા હતી તે તમામ નામોને સાઇડમાં મૂકીને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરના નામમાં સરપ્રાઇસ આપવામાં આવી હતી.અને મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉતમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા અને દંડક જયેશભાઈ દેસાઈના નામ જાહેર કરવામાં આવેલ છે.

જો મોરબી મહાપાલિકાના પ્રથમ મેયરની વાત કરીએ તો ઉત્તમભાઈ મહેશભાઈ સુરાણીની ઉમર માત્ર 25 વર્ષની છે અને તેને બીએસસી કેમેસ્ટ્રી સુધીનો અભ્યાસ કરેલ છે.અને તે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા માટે છેલ્લા બે વર્ષથી તૈયારી કરે છે.જો કે, આ ચૂંટણી પહેલા તે ભાજપના સક્રિય સભ્ય પણ ન હતા ! પરંતુ ભાજપની વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલ હોય તેને મોરબીના વોર્ડ નં.8 માંથી ભાજપની ટિકિટ આપવામાં આવી હતી.અને આજે તે ગુજરાતનાં સૌથી યુવા મેયર બની ગયેલ છે.ત્યારે તેઓએ પત્રકારોને માહિતી આપતા કહયું હતું કે તમામ સભ્યોને સાથે રાખીને શહેરની સમસ્યાઓને દૂર કરીને લોકોની સુવિધામાં વધારો થાય તેવી પારદર્શક કામગીરી તેઓ દ્વારા કરવામાં આવશે.

જો મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપની ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીના ઘટના ક્રમો ઉપર નજર કરીએ તો મોરબીમાં ભાજપ ઉપર સંઘ હાવી થઈ ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.હાલમાં મહાપાલિકાના જે મુખ્ય પાંચ હોદા ઉપર હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.તેમાં મેયર, ડેપ્યુટી મેટર અને શાસક પક્ષના નેતા સંઘની વિચારધારા વાળા છે.જેથી કરીને ક્યાંકને ક્યાંક ભાજપ ઉપર મોરબીમાં ધીમેધીમે સંઘનું પ્રભુત્વ વધી રહ્યું છે.તેવો ગણગણાટ ભાજપના જ આગેવાનો અને કાર્યકરોમાં થવા લાગ્યો છે. હાલનુ ચિત્ર જોતાં આગામી સમયમાં હજુ પણ મોરબીના રાજકારણમાં આશ્ચર્યજનક કહી શકાય તેવા બદલાવ જોવા મળશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News