હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ


SHARE





મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ

મોરબી વીસીપરામાં રહેતા માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ થઇ જતા પોલીસને જાણ કરવામાં આવેલ છે.જેને પગલે પોલીસે તેમની શોધખોળ શરૂ કરેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસના જણાવ્યા પ્રમાણે તેના પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા વીશીપરા શક્તિમેડીકલ વાળી શેરીમાં રહેતા સોનલબેન ભુપતભાઇ મોરવાડીયા જાતે કોળી (ઉ.વ.૬૦) ગત તા.૧૪-૫ ના સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઇને કંઇ કહ્યા વગર નિકળી ગયા હતા.તેઓ ભિક્ષાવૃત્તિનું તેમજ કચરો વિણવાનુું કામ કરતા હોય ઘરેથી નિક્ળયા બાદ ઘરે પરત ફર્યા ન હતા અને ગુમ થઈ ગયા હતા.જે અંગે તેમના પુત્ર શેખર મોરવાડીયા (૨૦) રહે.વીસીપરાએ પોલીસને જાણ કરી હતી.સોનલબેન શરીરે પાતળા બાંધાના તેમજ લીલા કલરની ટપકી વાળી સાડી તથા બ્લુ કલરનું બ્લાઉચ પહેરેલ છે.તથા જમણા હાથે સોનલબેન ગુજરાતીમાં ત્રોફાવેલ છે.તેમની મગજની દવા ચાલે છે. ગુજરાતી ભાષા સમજી શકે છે.તેમના અંગે કોઇને કોઈપણ પ્રકારની માહિતી હોય તો તપાસ અધિકારી સતીષભાઈ ગરચર મોબાઇલ નંબર ૯૩૭૭૨ ૩૭૦૩૭ અથવા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન મોબાઇલ નંબર ૬૩૫૭૨ ૪૦૭૧૮ ઉપર જાણ કરવા જણાવાયેલ છે.

રાજકોટ ખસેડાયા

મોરબીના વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી નજીક અગમ્ય કારણોસર એસિડ પી ગયેલા વિનોદભાઈ લક્ષ્મણભાઈ દેત્રોજા (૫૦) રહે.રવાપર રોડ શ્રીનાથજી હાઈટ ફ્લેટ નંબર-૩૦૧ મોરબી ને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.જ્યારે મોરબીના રાજપર રોડ ઉપર અજાણ્યા બોલેરોના ચાલકે હડફેટે તે અડધી લેતા જલાભાઇ ધનાભાઈ ડાભી (૭૫) રહે.રવાપર રોડ મોરબી ને ઇજાઓ થતા અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત

ટંકારા ખાતે રહેતા અજયભાઈ તખુભાઈ ઝાપડા નામના ૫૨ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ટંકારા એચપી ના પંપ નજીક તેમના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામ્યા હોય અજયભાઈ ઝાપડાને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના નગર દરવાજા પાસે થયેલ મારામારીના બનાવમાં જુબેરભાઈ મામદભાઈ મોટલાણી (૪૨) ને ઇજાઓ થતા અહિંની સિવિલે પ્રાથમિક સારવાર આપીને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.




Latest News