લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત


SHARE









વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત

વાંકાનેરના સરતનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં માતા પિતા કામ કરતાં હતા ત્યારે રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવથી બે વર્ષના માસુમ બાળકને ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ રેન્સો સીરામીક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા રીતેશભાઈનો બે વર્ષનો દીકરો સિરાજ કારખાનામાં મશીન પાસે રમતા રમતા કોઈ કારણોસર મશીનના બેલ્ટમાં આવી ગયો હતો જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃત દેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતનો આ બનાવ બનેલ હતો ત્યારે મૃતક બાળકના માતા અને પિતા બંને ત્યાર કારખાનામાં કામ કરી રહ્યા હતા અને બાળક ત્યાં રમતું હતું અને રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી તેને ઇજા થઈ હતી જેથી તે બાળકનું મોત નીપજયું છે.

અજાણ્યો પુરુષ સારવારમાં

વાંકાનેરમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યું પાસે આવેલ છત ઉપરથી આશરે 35 વર્ષનો અજાણ્યો પુરુષ નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવે છે

યુવાન સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પોલો ઇન્ટરનેશનલ કંપનીમાં રહેતા અને કામ કરતા વિવેકભાઈ વિશ્વકર્મા શુક્લા (26) નામના યુવાનને ઘરે હતો ત્યારે કોઈ જીવ જંતુ કરડી ગયું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News