હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન


SHARE





મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન

ઉનાળુ વેકેશન દરમિયાન મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ પોતાના સમયનો સદુપયોગ કરી ભવિષ્યની અત્યાધુનિક ટેકનોલોજી અને કૌશલ્યોથી માહિતગાર થાય તેવા શુભ આશય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે આગામી તા. 29 થી બે દિવસ માટેના તદ્દન ફ્રીસમર સ્કિલ વર્કશોપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ તથા માળિયા મિયાણા (પીપળીયા ચાર રસ્તા) ખાતે આયોજિત આ વર્કશોપમાં શાળાના ધો. 8 પછીના વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. બે દિવસ દરમિયાન રોજના 5 કલાક લેખે કુલ 10 કલાકના આ સઘન વર્કશોપમાં વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અંગે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.


વર્કશોપ દરમિયાન પ્રાયોગિક (Practical) અભ્યાસ પર વિશેષ ભાર મૂકીને ઘરેલુ વપરાશની ઇલેક્ટ્રિક સર્કિટ, સાધનો અને વીજ કાર્ય કરતી વખતે રાખવાની અગત્યની સલામતી, સીલિંગ ફેનનું સંપૂર્ણ મિકેનિઝમ, રેગ્યુલેટરની પાછળનું વિજ્ઞાન અને એલ.ઇ.ડી. (LED) લાઇટ તેમજ ૩D પ્રિન્ટીંગનો પરિચય, પ્રકાશ/શેડનો ખ્યાલ અને પિકસેલના કદ બદલવાની સમજૂતી તથા ફ્યુઝ, MCB અને રિલેનું લાઈવ કાર્ય, સીરીઝ-પેરેલલ કનેક્શન તથા જાતે એક્સ્ટેન્શન બોર્ડ બનાવવાની રીત શીખવવામાં આવશે. આ સાથે લેસર કટીંગ, ડ્રિલિંગ અને લેથ ઓપરેશન સહિત કટીંગ મિકેનિક્સની જાણકારી, કમ્પ્યુટરમાં એક્સેલની પાયાની સમજ, પાયવોટ ટેબલ, ચાર્ટ્સ અને જરૂરી મેથેમેટિકલ ફોર્મ્યુલા, પીવીસી (PVC) પાઇપના નવતર ઉપયોગથી મ્યુઝિકલ ટ્રમ્પેટ બનાવવું, વેલ્ડિંગ રોડ પકડવાની અને સિંગલ રોડ વેલ્ડિંગની પ્રાયોગિક સમજ, ઈલેક્ટ્રોનિક સર્કિટ, સેમિકંડક્ટર, PCB બોર્ડ અને સોલ્ડરિંગનો પ્રાથમિક પરિચય, પ્લમ્બિંગ વહીવટના વાલ્વ, વોશર અને લીકેજ રીપેર કરવાની બેઝિક સમજ, પેટ્રોલ-ડીઝલ એન્જિનનું વર્કિંગ મોડેલ, એક્સલેટર, બ્રેક સિસ્ટમ અને વ્હીલ એલાઈનમેન્ટની પ્રક્રિયા તેમજ સિવણ ક્લાસનો ઘરેલુ ઉપયોગ તથા તેની થીયરીની સમજ અને કોસ્મેટોલોજી અંતર્ગત મહેંદીની અદ્યતન ડિઝાઈનો, આઇબ્રો અને ફેસ પેક જાતે બનાવવાની ટિપ્સ સહિત રસપ્રદ પ્રવૃત્તિઓ (Activities) શીખવવામાં આવશે.

આ ઉપરાંત, સંસ્થા ખાતે ઉપલબ્ધ સુવિધાઓ અનુસાર કમ્પ્યુટર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ફેબ્રિકેશન, ડ્રાફટ્સમેન સિવિલ, સર્વેયર, ઓટોમોબાઇલ, સુઇંગ ટેક્નોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ કોસ્મેટોલોજી જેવા વિવિધ ટેકનિકલ સેક્ટરોનું પાયાનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવશે. વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ ઉમેદવારોને સંસ્થા દ્વારા સત્તાવાર પ્રમાણપત્ર (Certificate) પણ એનાયત કરવામાં આવશે. સમર સ્કિલ વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છતા તમામ ઉત્સુક ઉમેદવારોને પોતાની નજીકની સરકારી આઈ.ટી.આઈ.નો રૂબરૂ સંપર્ક કરવા અથવા કચેરી સમય દરમિયાન મોરબી 8320169599  અને 9325954022, હળવદ 8128284007, ટંકારા 9724816118,  માળિયા 9624376133 અને વાંકાનેર 9898111235 મોબાઈલ નંબર પર સંપર્ક કરવા આઇટીઆઇ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.




Latest News