હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે


SHARE





માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હોટલના ગ્રાઉન્ડમાં માટી ભરેલો ટ્રક ટ્રેલર ઊભું હતું અને તે ટ્રક ટ્રેલરમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકકીત મળી હતી જેથી પોલીસ દ્વારા ટ્રક ટ્રેલરને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 468 બોટલો તેમજ 232 જેટલા દારૂના ચલા મળી આવ્યા હતા જેથી પોલીસે 4,21,296 ની કિંમતનો દારૂ તથા ટ્રક ટ્રેલર સહિત કુલ મળીને 34.21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરી હતી ત્યારે ટ્રક ચાલક હાજર ન હોય હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના ચાલક તેમજ તપાસમાં ખૂલે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

માળીયા મિયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર વીરવિદરકા ગામના પાટીયા પાસે આવેલ ડિસન્ટ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક ટ્રેલર નંબર આરજે 19 જીઈ 9114 ઊભું હતુ અને તેમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ટ્રકનો ચાલક વાહન મૂકીને નાસી ગયેલ હોય ટ્રકને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા ટ્રકમાંથી દારૂની નાની મોટી 468 બોટલો તથા 232 દારૂના ચપલા મળી આવ્યા હતા જેથી પોલીસે 4,21,296 ની કિંમતનો દારૂ તેમજ 30 લાખ રૂપિયાની કિંમતનો ટ્રક આમ કુલ મળીને 34,21,296 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા જ્યારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં ટ્રકના ચાલક તેમજ તપાસમાં ખૂલે તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલની સૂચના મુજબ પીએસઆઇ આર.પી.જાડેજા અને તેની ટીમે કરી હતી.




Latest News