હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક, પેપરમિલ અને ટેક્સટાઈલ સહિત ઔદ્યોગિક એકમોની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કરી મુલાકાત


SHARE







મોરબીના સિરામિક, પેપરમિલ અને ટેક્સટાઈલ સહિત ઔદ્યોગિક એકમોની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કરી મુલાકાત

ઔદ્યોગિક હબ ગણાતા મોરબી જિલ્લાના સ્થાનિક ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપવા તેમજ તેમના વિકાસને વધુ વેગ આપવાના આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સિરામિક, પેપરમિલ અને ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગોના અદ્યતન પ્લાન્ટ્સમાં ઉત્પાદન પ્રક્રિયાનું વિગતવાર નિરીક્ષણ કરી ઔદ્યોગિક નીતિઓ અને વિકાસ લક્ષી પાસાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ પેપર મિલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે પેપર સેક્ટર સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો અંગે વાતચીત કરી હતી. આ પછી જેતપર નજીક આવેલા લીસ્પીન ટેક્ષટાઈલ એલ.એલ.પી. એકમની મુલાકાત લેવામાં આવી હતી. અહીં કાચા માલથી લઈને ફાઈનલ પ્રોડક્ટ સુધીની સમગ્ર પ્રક્રિયાનું અવલોકન કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ વૈશ્વિક યુદ્ધ પરિસ્થિતિને કારણે ઉદ્યોગ સામે આવેલી સમસ્યાઓ અંગે વિસ્તારથી ચર્ચા કરી હતી.

કલેક્ટરએ ઘુંટું રોડ પર આવેલા સિમ્પોલો સિરામિક પ્રાઇવેટ લિમિટેડમાં ફેક્ટરીના આધુનિક પ્લાન્ટમાં ટાઇલ્સ ઉત્પાદનની પ્રક્રિયા નિહાળી હતી અને કંપનીના ડાયરેક્ટર મનસુખભાઈ કૈલા સાથે ગ્લોબલ માર્કેટિંગ, પ્રોડક્શન કોસ્ટ અને વૈશ્વિક નિકાસ (Export) સંબંધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી. ઘુંટું રોડ પર જ આવેલી એપોલો પેપરમિલ એલ.એલ.પીની મુલાકાત દરમિયાન તેમણે રો-મટીરિયલમાંથી પેપર બનાવવાની સમગ્ર પ્રક્રિયા નિહાળી પેપર મિલ એસો.ના પ્રતિનિધિઓ સાથે આ સેક્ટરને નડતરરૂપ વિવિધ પ્રશ્નો અંગે હકારાત્મક સંવાદ કર્યો હતો.

ત્યારબાદ જેતપર રોડ નજીક આવેલા લીસ્પીન ટેક્ષટાઈલ એલ.એલ.પી. એકમની મુલાકાત લઈ કપાસ અને કાચા માલથી લઈને ફાઈનલ પ્રોડક્ટ (યાર્ન/કાપડ) તૈયાર થવા સુધીની આખી ચેઈનનું બારીકાઈથી અવલોકન કરી તેઓએ વર્તમાન સમયમાં વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગો સામે આવી પડેલા પડકારો અને લોજિસ્ટિક્સ સંબંધિત સમસ્યાઓ અંગે ઉદ્યોગપતિઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. આ સમગ્ર મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરની સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર એસ.બી.પારેજીયા, ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટીના નાયબ નિયામક જે.એસ.આડેસરા તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી સંજય માલસત્તાર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે રહી હતી. ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કોઈપણ પ્રકારની વહીવટી સમસ્યા, માળખાકીય અવરોધ કે અડચણ હોય તો વિના સંકોચે જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા કલેક્ટરએ મોરબીના તમામ નાના-મોટા ઉદ્યોગકારોને ખાસ અનુરોધ કર્યો હતો. મોરબીના ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે મજબૂત કડી તરીકે સતત સંકલન અને સહયોગ જાળવી રાખવા વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું તેવું મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.






Latest News