મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર
Breaking news
Morbi Today

કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર


SHARE











કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર

સિરામિક હબ મોરબીના સાતત્યપૂર્ણ (Sustainable) ઔદ્યોગિક વિકાસ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને પર્યાવરણીય બાબતોના સુદ્રઢ સમન્વય માટે વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, "અમારો સ્પષ્ટ અભિગમ છે કે કોઈપણ અરજદારની રજૂઆત કે ફાઇલનો માત્ર કાગળ પર 'નિકાલ' કરવાને બદલે તેનો વાસ્તવિક 'ઉકેલ' આવવો જોઈએ." તેમણે ઉદ્યોગોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો (Sustainable Power Supply) મળી રહે તે માટે PGVCL ના દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવા અને કારખાનાઓ તેમજ કામદારોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ચોક્કસ એક્શન પ્લાન ઘડવા અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી

વૈશ્વિક બજારમાં મોરબીનો દબદબો જાળવી રાખવા માટે સહિયારા પ્રયાસોની હિમાયત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજના સમયમાં ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસ (Sustainable Development) અનિવાર્ય છે. આપણા ઉદ્યોગોના કારણે જેટલું કાર્બન ઉત્સર્જન (Carbon Emission) થતું હોય, તેને સંતુલિત કરવા માટે ઉદ્યોગકારોએ તેટલા જ પ્રમાણમાં વ્યાપક વૃક્ષારોપણ કરવું જોઈએ. વૈશ્વિક સ્તરે રો-મટીરિયલ અને ટેકનોલોજીની બાબતમાં અન્ય દેશો પર નિર્ભર રહેવાના બદલે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી મોરબીનો આ ઉદ્યોગ 'આત્મનિર્ભર' બને તે દિશામાં સંશોધનો હાથ ધરે તે જરૂરી છે. સિરામિક ઉદ્યોગના તમામ વાજબી પ્રશ્નોના નિવારણ માટે સરકાર હંમેશા તત્પર છે.

ઉદ્યોગોની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબીના ઉદ્યોગકારોની સુવિધા માટે ઇન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન કાર્યરત કરવાના સઘન પ્રયાસો વહીવટી સ્તરે ચાલી રહ્યા છે. હળવદ અને માળિયા પંથકમાં મીઠા (Salt) ઉદ્યોગની સુવિધા માટે ક્લસ્ટર મુજબ વિગતવાર દરખાસ્ત તૈયાર કરી રસ્તાઓનું મજબૂત નિર્માણ થાય તેવું સુદ્રઢ આયોજન કરવા તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં, તેમણે પર્યાવરણીય સમતુલા માટે સિરામિક ઝોનમાં આવેલા તમામ આંતરિક રસ્તાઓની બંને બાજુએ આગામી ચોમાસા પૂર્વે જ ઉદ્યોગકારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો.

બેઠક દરમિયાન સિરામિક એસોસિએશન દ્વારા ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા અને કામદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા, ગેસની કિંમતો પરના વેટ (VAT) માં રાહત આપવા, પાવર કટના કારણે પ્રોડક્શનમાં થતા વિક્ષેપને રોકવા PGVCL નું અલગ ઇન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન મંજૂર કરવા તેમજ વૈશ્વિક નિકાસ (Export) ને નડતા પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત, સિરામિક ઝોનના રસ્તાઓ વહેલી તકે પૂર્ણ કરવા, મોરબી-હળવદ અને મોરબી-જેતપર અણીયારી રોડના બિસ્માર માળખાની મરામત કરવા તેમજ હળવદ અને માળિયા અગર વિસ્તારના અગરિયાઓ માટે પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા બાબતે મંત્રીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, ગુજરાત પ્રદૂષણનિયંત્રણબોર્ડ (GPCB) ચેરમેન આર.બી. બારડ, મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લાવિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક(સામાજિક વનીકરણ) યુવરાજસિંહ ઝાલા, મોરબી નાયબ વન સંરક્ષક તુષાર પટેલ અને સ્થાનિકપદાધિકારીઓ/ અધિકારીઓ તેમજ વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News