હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી


SHARE





મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી

ઉદ્યોગનગરી મોરબીને વૃક્ષ નગરીબનાવવાના દ્રઢ સંકલ્પ સાથે પર્યાવરણ જતનના ઉદ્દેશ્યથી મોરબી પાંજરાપોળ ખાતે નિર્મિત અને વિશાળ એવા ૧૦ લાખ વૃક્ષોના વન કવચ’ (નમો વન) ની ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ આ વિશાળ વનકવચની પ્રગતિ અને હરિયાળીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી પર્યાવરણના આ ભગીરથ કાર્ય પ્રત્યે હર્ષ વ્યક્ત કર્યો હતો.

મોરબીના રફાળેશ્વર નજીક મચ્છુ ડેમ-૨ પાસે નમો વનબનાવેલ છે તેની મુલાકાત દરમિયાન મંત્રીએ ગ્રીન કવરને બારીકાઈથી નિહાળી વન વિભાગ, વર્ષો જૂની  શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ અને સદભાવના ટ્રસ્ટના ત્રિવેણી સંગમ તેમજ જનભાગીદારી (લોકભાગીદારી) ના અદભુત મોડેલની સરાહના કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, આ વન કવચ મોરબીના નાગરિકો માટે એક વિશાળ ઓક્સિજન હબઅને પર્યટનનું મુખ્ય આકર્ષણ બની રહ્યું છે. તેમણે આ વન કવચમાં ફોરેસ્ટના વોચ ટાવર ઉભા કરવાનું સૂચન કરી તમામ વૃક્ષોનું જતન કરવા પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે અધિકારીઓ અને પદાધિકારીઓને જિલ્લાના તમામ તાલુકાઓમાં ૨૫ હેક્ટર વિસ્તારમાં 'મા વન કવચ' બનાવવા માટેની કામગીરી હાથ ધરવા પ્રેરણ પૂરી પાડી હતી. મંત્રીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, વિવિધ પ્રજાતિઓનું આ સઘન વન ભવિષ્યમાં ઇકો-ટૂરિઝમના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે અને ક્લાયમેટ ચેન્જના વર્તમાન પડકારો સામે લડવામાં પાયારૂપ સાબિત થશે. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વન અને પર્યાવરણ મંત્રીને વન કવચના આયોજન, ડ્રિપ ઇરિગેશનના નેટવર્ક અને આગામી સમયના ડેવલપમેન્ટ પ્લાન અંગે વિસ્તૃત વિગતોથી માહિતગાર કર્યા હતા. વધુમાં મંત્રીએ તમામ ગામોમાં નાના નાના વન કવચ બનાવવા ઉપસ્થિતોને સૂચન કર્યું હતું.

આ વન કવચની વિશેષતા અંગે વાત કરીએ તો, તે કુલ ૪૦ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં ૧૫૦ થી વધુ વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરીને મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વૃક્ષોના વૈજ્ઞાનિક ઢબે જતન અને સંવર્ધન માટે સમગ્ર વિસ્તારમાં અદ્યતન ડ્રિપ ઇરિગેશન (ટપક સિંચાઈ પદ્ધતિ) તેમજ ફેન્સિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રકૃતિપ્રેમીઓ અને મુલાકાતીઓ માટે વન કુટીર જેવી નયનરમ્ય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. આ મુલાકાત વેળાએ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) યુવરાજસિંહ ઝાલા, મોરબી નાયબ વન સંરક્ષક મોરબી તુષાર પટેલ, સહાયક વન સંરક્ષક મીના, મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ અને સદભાવના ટ્રસ્ટના વેલજીભાઇ પટેલ સહિતના હોદ્દેદારો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News