મોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડ
SHARE
મોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડ
મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે.માઈક્રોન્સ કંપનીમાં થોડા દિવસો પહેલા કલેકટર દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને સાથે રાખીને ચેકિંગ કર્યું હતું અને ત્યારે સ્થળ ઉપરથી ફેલ્સપાર ખનીજ મળી આવ્યું હતું અને ત્યાં ખનીજનો સંગ્રહ કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી પ્લાન્ટને ત્યારે સિઝ કર્યો હતો અને ત્યાર બાદ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા એ.જે.માઈક્રોન્સની જુદીજુદી બે પેઢીને ગેરકાયદે ફેલ્સપાર સંગ્રહ કરીને વેચાણ કરવા મુદે 2.63 કરોડથી વધુનો દંડ કરવામાં આવેલ છે.
મોરબીના કલેક્ટર સ્વપ્રિલ ખરે થોડા દિવસો પહેલા રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે.માઈક્રોન્સ કંપનીમાં ખાણખનીજ વિભાગના અધિકારીને સાથે રાખીને પહોચ્યા હતા. અને ત્યાં ફેલ્સપાર ખનીજનો ગેરકાયદેસર સંગ્રહ કરીને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કલેકટરના આદેશ બાદ ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર અને તેઓની ટીમે એ.જે.માઈક્રોન્સ કંપનીના એ એન્ડ જે માઇક્રોન્સ (ભારત) પ્રા.લિ. અને તેના ડાયરેક્ટર પાર્થભાઈ હરિલાલભાઈ ઘેટીયા સામે કાર્યવાહી કરવામાં આવેલ છે અને જુદીજુદી બે જગ્યા ઉપર રજીસ્ટ્રેશન વગર બિન-અધિકૃત રીતે સંગ્રહ કરાયેલ જથ્થા માટે દંડ કરેલ છે જેમાં એક જગ્યાએ 46751.3 મેટ્રિક ટન ફેલ્સપાર ખનિજનો જથ્થો સિઝ કરી ગુજરાત મિનરલ્સ રૂલ્સ 2017 ના નિયમોના ભંગ બદલ ખનિજના બિનઅધિકૃત સંગ્રહ અને વેચાણ પેટે પ્રતિ મેટ્રિક ટન રૂપિયા 280 લેખે 1,30,90,365 અને 21 % પર્યાવરણીય નુકસાની વળતર પેટે 27,48,977 ગણીને કુલ 1,58,39,341 દંડ ફટકાર્યો છે. જયારે બીજી જગ્યા ધરમપુરના રેવન્યુ સર્વે નં. 71,72 પૈકી, 74 પૈકી ઉપરથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ ફેલ્સપાર ખનીજ 31,014.27 મેટ્રિક ટન મળી આવેલ છે અને અગાઉ સ્ટોક રજીસ્ટ્રેશન રદ કરાવ્યું હોવા છતાં આ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી હતી જેથી ખનિજ ચોરી બદલ પ્રતિ મેટ્રિક ટન રૂપિયા 280 લેખે 86,83,996 અને 21 % લેખે પર્યાવરણીય નુકસાની વળતર પેટે રૂપિયા 18,23,640 નો દંડ ફટકારી કુલ રૂપિયા 1,05,07,633 નો દંડ ફટકાર્યો છે.