હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા ઓપન મોરબી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE





મોરબીમાં ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા ઓપન મોરબી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબીમાં ફ્રેન્ડ્સ ટેબલ ટેનિસ ગૃપ દ્વારા ક્રિષ્ના ચેમ્બર, ચકિયા હનુમાન મંદિર પાસે ઓપન મોરબી મેન્સ સિંગલ્સ અને વુમન્સ સિંગલ્સ એમ બે વિભાગમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 50 જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં 11 વર્ષથી લઈને 78 વર્ષની ઉંમરના ટેબલટેનિસ ખેલાડીઓએ ઉત્સાહપુર્ણ ભાગ લઈ પ્રતિયોગીતાને ખુબ જ રસપ્રદ બનાવી હતી. જેમાં એમ. ડી. તથા એમ. એસ. ડોક્ટરો, એડવોકેટ, શિક્ષકો, વિધાર્થીઓ,ઉધોગપતિઓ, વેપારીઓ સહિત તમામ ક્ષેત્ર સાથે જોડાયેલા ખેલાડીઓએ ગરમી સાથે બાથ ભીડીને પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સમાં મિહિર ગોસાઈ પ્રથમ, શક્તિસિંહ જાડેજા દ્વિતીય તથા વિસ્મય ત્રિવેદી તૃતિય ક્રમે જ્યારે વુમન્સ સિંગલ્સમાં ક્રિષ્ના પરમાર પ્રથમ અને બંસી કુંડારીયા દ્વિતીય વિજેતા બન્યા હતા. વિજેતાઓને શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા ફ્રેન્ડસ ટેબલ ટેનિસ ગૃપ મોરબીના સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News