મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં જુના મનદુખનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા વડે હુમલો: બાઈકમાં તોડફોડ કરી: હળવદ નજીક ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત


SHARE







મોરબીમાં જુના મનદુખનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા વડે હુમલો: બાઈકમાં તોડફોડ કરી: હળવદ નજીક ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત

મોરબીમાં જુના મનદુખનો ખાર રાખીને સનાળા રોડ ઉપર આવેલ કે.કે.સ્ટીલ સામેની શેરીમાં ભોલે પાન દુકાન નજીક યુવાન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને કમર સાથળ અને પગના ભાગે ધોકાના ઘા મારીને ઇજા કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં બાઈકમાં તોડફોડ કરી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ ડાયમંડ બુટી પાર્લર પાછળની શેરીમાં રહેતા દિવ્યરાજભાઇ કિરણભાઇ સનારીયા (22)એ હાલમાં ભાવેશભાઈ દેવકણભાઈ સાવરીયા રહે. રાજપર વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કે.કે. સ્ટીલની સામેની શેરીમાં ભોલે પાન દુકાન પાસે ફરિયાદી હાજર હતો ત્યારે આરોપીજૂના મનદુખનો ખાર રાખીને તેના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને ત્યારે યુવાનને કમ, સાથળ અને પગના ભાગે માર મારીને ઈજા કરી હતી તેમજ તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે તથા ફરીયાદીના બાઈક નંબર જીજે 3 જેજી 7165 માં આગળના ભાગે લાકડાના ધોકા મારીને તેમાં નુકસાન કરવામાં આવ્યું હતું જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ભાવેશભાઈ વાડીલાલભાઈ પરમાર (31)એ ડમ્પર નંબર જીજે 12 સિટી 9225 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ધ્રાંગધ્રા માળિયા હાઇવે રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ સામેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 ડી 6920 લઈને જતા હતા ત્યારે ડમ્પરના ચાલકે તેઓના બાઈકને ટક્કર મારી હતીને અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને જમણા હાથમાં કોણીની નીચેના ભાગમાં તથા બંને પગમાં સાથળના ભાગે ફેક્ર જેવી ઈજા થયેલ છે જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ યુવાને ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News