હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા ગામ નજીક ડબલ સવારી બાઇકને ઇકોના ચાલકે હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા થતાં સારવારમાં


SHARE





વાંકાનેરના જાલીડા ગામ નજીક ડબલ સવારી બાઇકને ઇકોના ચાલકે હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા થતાં સારવારમાં

વાંકાનેરના જાલીડા ગામના પાટીયા પાસે આવેલ હોટલ નજીકથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ઇકો ગાડીના ચાલક બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલ દંપતીને ઇજા થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ઈજા પામેલ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના ટોળ ગામે રહેતા ફૈજુરઅલીભાઇ મામદભાઇ ગઢવાળા (42)એ ઇકો ગાડી નં. જીજે 3 એલ 1075 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના જાલીડા ગામના પાટીયા પાસે  દ્વારકાધીશ હોટલ સામેથી તેઓના મોટાભાઈ નિઝામુદ્દીન તથા ભાભી નસીમબેન બંને નિઝામુદ્દીન ભાઈના બાઈક નંબર જીજે 36 ક્યૂ 2981માં ભલગામ પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા અને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇકો ગાડીના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને ડાબા પગના પંજામાં ફ્રેક્ચર, કપાળ અને ગુદાના ભાગે ઇજા થઈ હતી અને તેના ભાભી નસીમબેનને પગમાં તથા પેટની ડાબી બાજુએ ઇજા થઈ હોવાથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ભેરડા ગામે માવતરે રહેતી મહિલાએ પતિ સામે કરી ફરિયાદ

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીના મૂળ રહેવાસી અને હાલમાં ભેરડા ગામે માવતરના ઘરે રહેતા ઈલાબેન કિશોરભાઈ વઘોરા (32)તેના પતિ ઈશ્વરભાઈ રામજીભાઈ વઘોરા રહે. ધર્મ સિદ્ધિ સોસાયટી જાંબુડીયા વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓના પતિએ ભેરડા ગામે ફરિયાદીના માવતરના ઘરે આવીને બાળકો રાખવા બાબતે બોલાચાની ઝઘડો કરીને પેટના ભાગે માર મારી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા  નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.




Latest News