હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ એ.જે. માઇક્રોન્સ નામના કારખાનામાં લોખંડનું પ્લેટફોર્મ નીચે દબાઈ જવાથી યુવાનના મોત મામલે ગુનો નોંધાયો


SHARE





મોરબીમાં આવેલ એ.જે. માઇક્રોન્સ નામના કારખાનામાં લોખંડનું પ્લેટફોર્મ નીચે દબાઈ જવાથી યુવાનના મોત મામલે ગુનો નોંધાયો

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસે એ.જે. માઇક્રોન્સ નામના કારખાનામાં સાયલો ઉપર લોખંડનું પ્લેટફોર્મ ચડાવવા માટે થઈને ટ્રેનની મદદથી કામગીરી કરવામાં આવતી હતી ત્યારે ક્રેનમાં લગાવેલ પટ્ટો તૂટવાના કારણે લોખંડની પ્લેટ નીચે દબાઈ જવાથી ચાર યુવાનોને ગંભીર ઇજા થઈ હતી તે પૈકીના એક યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે ક્રેનના ઓપરેટર તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ કરેલ છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ત્રાજપર ચોકડી પાસે ડાયમંડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા વિવેકભાઈ વિજયભાઈ રાજભર (20)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાંઇ ક્રેન સર્વિસના બે ક્રેન ઓપરેટર તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે. માઇક્રોન્સ નામના કારખાનામાં ફરિયાદીના ભાઈ મૃતક સંતોષભાઈ વિજયભાઈ રાજભર (40) કામ કરી રહ્યા હતા અને સાઈલો પર લોખંડનું વજનદાર પ્લેટફોર્મ ચડાવવાનું કામ કરતા સમયે તેઓની સાથે અન્ય લેબર પણ સાથે મદદમાં હતા દરમિયાન સાઈ ક્રેન સર્વિસના બે હાઇડ્રો ક્રેનના ઓપરેટરો પ્લેટફોર્મને બે પટ્ટાથી બાંધીને ઉચકતા હતા ત્યારે ઓપરેટરની બેદરકારીના કારણે નબળા અને ખરાબ પટ્ટાથી કામ લેવામાં આવતું હોવાના લીધે અકસ્માતે પટ્ટો તૂટી ગયો હતો અને લોખંડની વજનદાર પ્લેટ નીચે ફરિયાદીના ભાઈ સંતોષભાઈ તથા ભીમ મહંતો, ઉપેન્દ્ર મહંતો, અસલમ હનીફ દબાઈ જતા તેઓને ઇજા થઈ હતી જેમાં ફરિયાદીના ભાઈને વધુ ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું અને અન્ય ત્રણ વ્યક્તિઓને માથા અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News