હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રોડની કટ પાસે યુટર્ન લેતા આધેડના બાઈકે એક્ટિવાના ચાલકે ઉડાવ્યું: આધેડને ખોપરીમાં ફ્રેકચર-માથામાં હેમરેજ


SHARE





મોરબીમાં રોડની કટ પાસે યુટર્ન લેતા આધેડના બાઈકે એક્ટિવાના ચાલકે ઉડાવ્યું: આધેડને ખોપરીમાં ફ્રેકચર-માથામાં હેમરેજ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ સામે કટ પાસેથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્ટિવાના ચાલકે તેઓના બાઈક સાથે ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં આધેડને માથામાં હેમરેજ તથા ખોપરીમાં ફેક્ર જેવી ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઈજાગ્રસ્ત વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એકટીવા ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના માધાપર વિસ્તારમાં આસ્વાદ પાનની બાજુમાં ભાડાના મકાનમાં રહેતા ઈરફાનભાઇ યુનુસભાઇ મલ્લા (37)એ એક્ટિવા નંબર જીજે 36 એજી 1227 ના ચાલક સુદર્શન રૂદલભાઈ શાહ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ સામે કટ પાસેથી ફરિયાદીના પિતા યુનુસભાઈ ઓસમાણભાઈ મલ્લા પોતાનું બાઈક નંબર જીજે 11 ડીડી 6884 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપ સામેની કટમાંથી તેઓ યુ ટર્ન લઈ રહ્યા હતા દરમિયાન એક્ટિવાના ચાલકે ફરિયાદીના પિતાના બાઈક સાથે તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં ડાબી બાજુએ હેમરેજ તથા ખોપરીમાં ફેક્ર જેવી ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એક્ટિવાના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે




Latest News