મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ગામનો બનાવ: મારી પત્ની સાથે કેમ ઝઘડો કરે છે તેવું કહીને દંપતી ઉપર પાઇપ વડે હુમલો


SHARE











વાંકાનેરના અમરસર ગામનો બનાવ: મારી પત્ની સાથે કેમ ઝઘડો કરે છે તેવું કહીને દંપતી ઉપર પાઇપ વડે હુમલો

વાંકાનેરના અમરસર ગામે રહેતી મહિલા તેના દીકરા સાથે ખાવાનું લઈને પોતાના ઘર તરફ જતી હતી ત્યારે ત્યાં જ રહેતા પતિ-પત્ની તેઓની સામે આવ્યા હતા અને મારી પત્ની સાથે કેમ ઝઘડો કરે છે તેવું કહીને પુરુષે મહિલાને ગાળો આપી હતી ત્યારે મહિલાએ ગાળો આપવાની ના પાડતા ઉશેકરાઈ ગયેલા શખ્સે તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે મહિલાને માર મારીને જમણા હાથમાં ઇજા કરી હતી જ્યારે તેની પત્નીએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને મહિલાના પતિ ત્યાં આવતા તેને પણ માથામાં લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા દંપતીને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હુમલો કરનાર દંપતી સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના અમરસર ગામે રહેતા રંજનબેન જકશીભાઇ જખાણીયા (40)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે રૂખડભાઈ મગનભાઈ માણસુરીયા તથા તેના પત્ની તેજલબેન રૂખડભાઈ માણસુરીયા રહે. બંન્ને અમરસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ તથા તેમનો દીકરો ખાવાનું લઈને પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ સામેથી આવીને તેઓને રોક્યા હતા અને આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે તેમની પત્ની સાથે કેમ ઝઘડો કરે છે તેમ કહીને ફરિયાદીને ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા રૂખડભાઈએ ઉશ્કેરાઈ જઈને તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માર માર્યો હતો જેથી જમણા હાથમાં તેને ઈજા થઈ હતી જ્યારે તેજલબેનને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી અને ફરિયાદીના પતિ જકશીભાઈ ત્યાં આવતા રૂખડભાઈએ તેને માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને માથામાં ઇજા કરી હતી અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ દંપતીએ સારવાર લીધા બાદ હાલમાં મહિલાએ નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News