સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર
મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ
SHARE
મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ
મોરબી નજીક આવેલ કારખાનામાં સાયલો ઉપર લોખંડનું પ્લેટફોર્મ ચડાવવા માટેની ક્રેનની મદદથી કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ક્રેનમાં લગાવેલ પટ્ટો તૂટવાના કારણે લોખંડની પ્લેટ નીચે દબાઈ જવાથી ચાર યુવાનોને ઇજા થઈ હતી તે પૈકીના એક યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે ક્રેનના ઓપરેટર સહિતનાઓની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે.
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ત્રાજપર ચોકડી પાસે ડાયમંડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા વિવેકભાઈ વિજયભાઈ રાજભર (20)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાંઇ ક્રેન સર્વિસના બે ક્રેન ઓપરેટર તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે. માઇક્રોન્સ નામના કારખાનામાં ફરિયાદીના ભાઈ મૃતક સંતોષભાઈ વિજયભાઈ રાજભર (40) કામ કરી રહ્યા હતા અને સાઈલો પર લોખંડનું વજનદાર પ્લેટફોર્મ ચડાવવાનું કામ કરતા સમયે તેઓની સાથે અન્ય લેબર પણ સાથે મદદમાં હતા દરમિયાન સાઈ ક્રેન સર્વિસના બે હાઇડ્રો ક્રેનના ઓપરેટરો પ્લેટફોર્મને બે પટ્ટાથી બાંધીને ઉચકતા હતા ત્યારે ઓપરેટરની બેદરકારીના કારણે નબળા અને ખરાબ પટ્ટાથી કામ લેવામાં આવતું હોવાના લીધે અકસ્માતે પટ્ટો તૂટી ગયો હતો અને લોખંડની વજનદાર પ્લેટ નીચે ફરિયાદીના ભાઈ સંતોષભાઈ તથા ભીમ મહંતો, ઉપેન્દ્ર મહંતો, અસલમ હનીફ દબાઈ જતા તેઓને ઇજા થઈ હતી. જે પૈકી ફરિયાદીના ભાઈનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ કરી હતી જે ગુનામાં પીએસઆઇ કે.એચ. અંબારિયા અને તેઓની ટીમ દ્વારા ક્રેન ઓપરેટર આરોપી શૈલેન્દ્રપાલ રુદ્રપાલ (25) તથા અભિજીતકુમાર સંતોષકુમાર (20) રહે. બંને અમરનગર માળિયા હાઇવે મોરબી મૂળ રહે યુપી વાળાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના મોડપર ગામે રહેતા અજય કિશોરભાઈ દેલવાડીયા (17) નામના તરુણને પીપળીયા ચાર રસ્તા પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે
યુવાન સારવારમાં
મોરબીના રંગપર ગામ પાસે રહેતા રાજકુમાર થનપતભાઈ (26) નામના યુવાનને પાવળીયારીથી રંગપર ગામ તરફ જતા સમયે પગપાળા જતો હતો ત્યારે કોઈ કારણોસર ચક્કર આવતા તે પડી ગયો હતો અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબીના ઝીકિયારી ગામે રહેતા મુકેશભાઈ પટેલની 13 વર્ષની દીકરી મધુબેને કોઈ કારણોસર વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.
બાઇક સ્લીપ થતાં ઇજા
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા રાજાભાઈ ટીડાભાઇ પરમાર (55) નામના આધેડ વીરપરડાના પાટીયા પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે