હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા


SHARE





મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા

મોરબીના ઘુટુ ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાંથી એક યુવાન ગુમ થયો હતો અને મોરબીની નિત્યાનંદ સોસાયટીમાંથી એક યુવાન ગુમ થયો હતો જે બંને ગુમ થયેલા યુવાનની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે યુવાનોને શોધી રહી હતી તેવામાં બંને યુવાન હેમખેમ મળી આવેલ છે.

મોરબીના ઘુટુ ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં મૂળ ધાંગધ્રાના વાવડી ગામના રહેવાસી સુરેશભાઈ માલાભાઇ પરમાર (44)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમ સુધા ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેમનો દીકરો સુમિત સુરેશભાઈ પરમાર (23) ઘરે કોઈને કશું કહ્યા વગર અચાનક તા 30/5 ના રોજ સવારે 6:00 વાગ્યાથી ગુમ થઈ ગયો છે જેથી ગુમ થયેલા યુવાનના પિતાએ ગુમસુધા ફરિયાદ આપી હતી દરમિયાન યુવાન હેમખેમ મળી આવેલ છે જેથી તેના પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો

મોરબીમાં આવેલ નિત્યાનંદ સોસાયટીમાં રહેતો પિયુષ ચંદ્ર્કાંતભાઈ વાળા (26) નામનો યુવાન ગત તા. 30/5 ના રોજ સવારે 8 વાગ્યે બાઇક લઈને કારખાને જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો જેથી ગુમ થયેલ યુવાનના માતાએ ગુમસુધા ફરિયાદ આપી હતી દરમિયાન તે યુવાને હેમખેમ મળી આવ્યો છે અને વધુમાં તપાસ કરી રહેલા પોલીસ કર્મચારી મોમજીભાઈ ચૌહાણ પાસેથી મળતી વિગત પ્રમાણે ગુમ થયેલ યુવાન નોકરી કરે છે સાથે સાઇડમાં તે ટાઇલ્સ વેચાણનું કામ પણ કરતો હતો અને જે માલનું વેચાણ કર્યું હતું તે માલ નુકશાની વાળો હોવાથી પાછો આવેલ હતો જેથી પૈસા કેમ ચુકવાશે તેના ટેન્શનમાં યુવાન ઘરે થી જતો રહ્યો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના આમરણ ગામે રહેતા મહેશભાઈ નાનજીભાઈ પરમાર (68) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની વાત કરી છે

મહિલા સારવારમાં
મોરબીના જાંબુડીયા ગામે રહેતા અંજલીબેન સંજયભાઈ સોલંકી (26) નામની મહિલાને તેના પતિ અને સાસુએ માર માર્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં
મોરબીમાં આવેલ સિમ્પોલો ચોકડી પાસે રહેતા સહોદરીદેવી ભીખાભાઈ ભીલ (30) નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News