મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી


SHARE









હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી

હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં આવેલ મામાદેવના મંદિરને નિશાન બનાવીને ચોરી કરવામાં આવેલ છે અને ત્યાં મંદિરમાંથી ચાંદીના નાના પંદર જેટલા છતરની ચોરી કરાઇ છે જેથી હાલમાં આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા તાલુકાના નાના દહીસરા ગામે થોડા સમય પહેલા માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ચોરની ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમ્યાન જુદા જુદા મંદિરોમાંથી ચોરી કરી હોવાની કબુલાત ચોર દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ હવે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સતિષભાઈ નંદલાલભાઈ ગોહેલ (49)એ કિશન સુરેશભાઈ જાની રહે. બોની પાર્ક શેરી નં.7 રવાપર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 8/5 ના રાત્રીના આઠથી બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે હળવદમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે આવેલ મામાદેવના ખુલ્લા મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાં મામાદેવના મંદિરમાં રાખવામાં આવેલા ચાંદીના નાના 15 જેટલા છતર જેનો 200 ગ્રામ જેટલો વજન થાય છે અને 40 હજાર રૂપિયાની કિંમત થાય છે તે ચાંદીના છતરની ચોરી કરી હતી જેથી હાલમાં આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News