મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે


SHARE











મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે

મોરબીના સામાકાંઠે રહેતા યુવાને એલ.ઈ.ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહેલ ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કર્યો હતો. જો કે, આપઘાત કરતાં પહેલા મૃતક યુવાને તેના જ મોબાઈલ ફોનમાં વિડિયો બનાવેલ હતો જેમાં તેની પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોવાની વાત કરી હતી અને તેને બ્લેકમેલ કરવામાં આવેલ છે તેવું કહ્યું હતું.જેથી કરીને વિડીયો આધારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાનને મારવા માટે મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાયેલ હતી.જે ગુનામાં પોલીસે મૃતક યુવાનની પત્ની અને તેણીના પ્રેમીની ધરપકડ કરીને બંનેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાંસર્કિટ  હાઉસ સામે વિદ્યુતનગર પાસે આવેલ હરીપાર્કમાં રહેતા રાજુભાઈ રમેશભાઈ ઝીંઝવાડીયા (૪૩) એ તેના નાના ભાઈના પત્ની સજ્જ્નબેન દિલીપભાઈ ઝીંઝવાડીયા અને વિક્રમ હમીરપરા રહે. જેતપર ની સામે ફરિયાદ નોંધાવેલ હતી.જેમાં તેણે જણાવ્યુ હતું કે તેના ભાઈ દિલીપભાઈ રમેશભાઈ ઝીંઝવાડીયા (૩૬) એ મોરબીમાં એલ.ઈ.ગ્રાઉન્ડ પાસે રેલવે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી.તેની હેઠળ ઝંપલાવીને તેના ભાઈએ આપઘાત કરી લીધો હતો.જો કે, ફરિયાદીના ભાઈએ આપઘાત કરતાં પહેલા પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવેલા હતા.જેમાં તેને જણાવ્યુ હતું કે, તેની પત્ની સજ્જ્નબેન દિલીપભાઈ ઝીંઝવાડીયાને વિક્રમ હમીરપરા સાથે પ્રેમ સબંધ છે અને વિક્રમ હમીરપરાએ તે બંનેનો અશ્લીલ વિડીયો બનાવેલ હતો.જેના દ્વારા તેઓ ફરિયાદીના નાના ભાઈ દિલીપભાઈને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો તેમજ તેના સંતાનોને મારી નાખવાની તેમજ પ્રોપર્ટી હડપ કરી લેવાના ધમકી આપી હતી.જેથી કંટાળીને ફરિયાદીના ભાઈ દિલીપે આપઘાત કર્યો હતો.જે ગુનામાં બી ડિવિઝન પોલિસે આરોપી મહિલા સજ્જ્નબેન દિલીપભાઈ ઝીંઝવાડીયા (૩૫) હાલ રહે.મિયાણી તા.હળવદ મૂળ રહે.વિદ્યુતનગર પાસે આવેલ હરીપાર્ક સર્કીટ હાઉસ સામે મોરબી-૨ અને વિક્રમ નટવરભાઈ હમીરપરા કોળી (૩૬) રહે.જેતપર તા.મોરબીની ધરપકડ કરેલ અને બંનેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવેલ છે.

પોલીસ કાર્યવાહી

મોરબીમાં કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ સામે સતનામ હાઈટ્સ બ્લોક નંબર ૬૦૧ માં રહેતા ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજા (૩૬) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ જેસીંગભાઇ ચાવડા રહે.મીરા પાર્ક સોસાયટી વાવડી રોડ મોરબી, દિનેશભાઈ ગગુભાઈ મકવાણા રહે.ધર્મસૃષ્ટિ સોસાયટી મોરબી અને અજાણ્યા ચાર ઈસમોની સામે ફરિયાદ નોંધાવેલ.જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર દેશી ડાયરો હોટલ પાસે ઉમા સ્ટીલ ફર્નિચર ફરિયાદીના શો-રૂમ નજીક ટ્રક ઉભો હતો.તેને દૂર કરવા માટે થઈને રણજીતભાઈ ચાવડાએ ફરિયાદી તથા સાહેદ સાથે ઝઘડો કર્યો હતો.અને ફરિયાદી તથા સાહેદ ચિરાગભાઈ સાથે મારામારી કરીને ધાકધમકી આપી હતી. ત્યારબાદ દિનેશભાઈ મકવાણા અને અન્ય આરોપીઓને બોલાવતા તેઓ ત્યાં આવ્યા હતા અને દિનેશભાઈ પોતાની ફોર્ચ્યુનલ ગાડીમાંથી ધોકો લઈને આવ્યા હતા અને ફરિયાદીને માર મારવાની કોશિશ કરી હતી.ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીની માલિકીની મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને આરોપી રણજીતભાઈએ ફરિયાદીની દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખીને નુકસાન કર્યું હતું અને લૂંટ ચલાવી પોતાની પાસે રહેલ ગ્રે કલરની નાની પિસ્તોલ જેવું હથિયાર ફરિયાદીને બતાવીને ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અને દિનેશભાઈએ ફરિયાદીને ગાળો આપીને અપહરણ કરી લઈ જવાની ધમકી આપી હતી.તેમજ આરોપીઓ ફરિયાદીનું ડીવીઆર બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ ગયા હતા.જેની તપાસ દરમિયાન એ ડિવિઝન પીએસઆઇ વાણીયા દ્રારા દિનેશભાઇ ગગુભાઇ મકવાણા (૪૭) રહે.ધર્મસૃષ્ટિ સોસાયટી કંડલા બાયપાસ મોરબીને પકડી કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવા હુકમ કરાયો હતો.બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.






Latest News