હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ


SHARE





મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ-મોરબી દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે ટેકાના ભાવે (MSP) ખરીદી કરાનાર જણસીના જથ્થાના સુરક્ષિત સંગ્રહ માટે મોરબી જિલ્લાના તાબા હેઠળના તમામ તાલુકા મથકોએ અનાજ સંગ્રહની જરૂરિયાતને પહોંચી વળવા ભાડેથી ગોડાઉન રાખવાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે.

મોરબી જિલ્લાના તમામ તાલુકા સેન્ટર ખાતે આવેલ સહકારી સંઘ, એ.પી.એમ.સી. (APMC), સહકારી ડેરી તેમજ વિવિધ સહકારી મંડળીઓ કે જેઓ પોતાના ગોડાઉન ભાડે આપવા ઈચ્છતા હોય તેઓ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. રસ ધરાવતી સહકારી સંસ્થાઓએ પ્રતિ ચોરસ ફૂટના ભાડાના ભાવો નક્કી કરેલા ફોર્મમાં ભરીને બંધ કવરમાં મોકલવાના રહેશે. આ અંગેના જરૂરી ફોર્મ અને વિગતો જિલ્લા કચેરી (વીસીપરા ફાટક પાસે, હંટર કોલેજ, પહેલો માળ, મોરબી) ખાતેથી ઓફિસ સમય દરમિયાન મેળવી શકાશે.

નિયત નમૂનામાં ભરેલા ભાવોના બંધ કવર પર "રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ ની ખરીદીના જથ્થાના સંગ્રહ માટે ભાડાના ગોડાઉન રાખવા અંગેની જાહેર નિવિદા ભાવો" તેવું સ્પષ્ટ લખાણ લખીને, તા. ૦૬/૦૬/૨૦૨૬ ના રોજ બપોરે ૧૫:૦૦ કલાક સુધીમાં અત્રેની જિલ્લા કચેરી ખાતે રૂબરૂ, આર.પી.એ.ડી. (RPAD) પોસ્ટ અથવા કુરિયર દ્વારા મળી રહે તે રીતે મોકલવાના રહેશે તેમ મોરબી જિલ્લા મેનેજર (ગ્રેડ-૧) અને જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે




Latest News