લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામ નજીક યુવાનને નજીવી વાતમાં બે શખ્સોએ માર માર્યો


SHARE









માળીયા (મી)ના સરવડ ગામ નજીક યુવાનને નજીવી વાતમાં બે શખ્સોએ માર માર્યો

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ નજીક યુવાન પાસે પાણી માંગ્યું હતું ત્યારે તેની પાસે પાણી નહીં હોવાનું તે યુવાને કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા સામે વાળા શખ્સે યુવાનની સાથે બોલચાલી કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ અન્ય એક શખ્સને ત્યાં બોલાવતા તે ત્યાં આવી ગયો હતો અને બંને બે શખ્સોએ યુવાનની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને યુવાનને ગાળો આપીને ગાલ તથા કાન ઉપર ઝાપટો મારી હતી જેથી યુવાનને કાનના પડદામાં ઇજા થઈ છે અને લાકડી વડે યુવાનને વાસના ભાગે માર માર્યો હતો. તેમજ યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ મૂછડિયા (38)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પુનિત ઉર્ફે પુનિયો પટેલ અને નવનીત પટેલ રહે. બંને સરવડ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે સરવડ ગામે અનુ. જાતિના સ્મશાન નજીક ફરિયાદી હાજર હતા ત્યારે પુનિતે ફરિયાદી પાસેથી પાણી માંગ્યું હતું જો કે, ફરિયાદી તેની પાસે પાણી નથી તેવું કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલ પુનિતે ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ગાળોને આરોપી નવનીતને બોલાવતા તે ત્યાં આવ્યો હતો ત્યાર બાદ બંને શખ્સોએ ફરિયાદી સાથે બોલાચાલી અને જપાજપી કરી હતી અને ગાળો આપીને પુનિતે ફરિયાદીને બંને ગાલ ઉપર અને કાનના ભાગે ઝપાટો મારીને ઇજાઓ કરી હતી. જેથી ફરિયાદીને કાનના પડદામાં ઇજા થઈ છે અને નવનીતે લાકડાના ધોકા વડે ફરિયાદીને વાસના ભાગે માર માર્યો હતો તથા ડાબી આંખ પાસે ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી અને મારી નાખવાની ધમકી આપેલ છે તેમજ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ છે જેથી બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News