હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ 3 આરોપીની ધરપકડ


SHARE





મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ 3 આરોપીની ધરપકડ

મોરબીમાં યુવાનના શોરૂમ પાસે ટ્રક ઉભો હતો જેને દૂર કરવા માટે યુવાન તથા તેના ભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરીને ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ અન્ય લોકોને બોલાવવામાં આવતા પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને તે પૈકીનાં એક આરોપી પોતાની ફોર્ચ્યુનર કારમાંથી ધોકો કાઢીને યુવાનને માર મારવાની કોશિશ કરી હતી તેમજ તેની મિલકતમાં ઘૂસીને ત્યાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું હતું તેમજ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને યુવાન તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને યુવાનનું અપહરણ કરી જવાની ધમકી આપીને ડીવીઆર પોતાની સાથે લઈ ગયેલ હતા જે ગુનામાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે

મોરબીમાં કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ સામે સતનામ હાઈટ્સ બ્લોક નંબર 601 માં રહેતા ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજા (36)થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ જેસીંગભાઇ ચાવડા, દિનેશભાઈ ગગુભાઈ મકવાણા અને અજાણ્યા ચાર ઈસમોની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, કંડલા બાયપાસ રોડ ઉપર દેશી ડાયરો હોટલ પાસે ઉમા સ્ટીલ ફર્નિચર ફરિયાદીના શોરૂમ નજીક ટ્રક ઉભો હતો તેને દૂર કરવા માટે થઈને રણજીતભાઈ ચાવડાએ ફરિયાદી તથા સાહેદ સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદ  ચિરાગભાઈ સાથે મારામારી કરીને ધાકધમકી આપી હતી ત્યારબાદ દિનેશભાઈ મકવાણા અને અન્ય આરોપીઓને બોલાવતા તેઓ ત્યાં આવ્યા હતા અને દિનેશભાઈ પોતાની ફોર્ચ્યુનલ ગાડીમાંથી ધોકો લઈને આવ્યા હતા અને ફરિયાદીને માર મારવાની કોશિશ કરી હતી ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીની માલિકીની મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને આરોપી રણજીતભાઈએ ફરિયાદીની દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખીને નુકસાન કર્યું હતું અને લૂંટ ચલાવી પોતાની પાસે રહેલ ગ્રે કલરની નાની પિસ્તોલ જેવું હથિયાર ફરિયાદીને બતાવીને ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દિનેશભાઈએ ફરિયાદીને ગાળો આપીને અપહરણ કરી લઈ જવાની ધમકી આપી હતી તેમજ આરોપીઓ ફરિયાદીનું ડીવીઆર બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ ગયા હતા જેથી યુવાને એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી જે ગુનામાં અગાઉ બે સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલમાં પીએસઆઇ એન.આર. વાણીયા અને તેની ટીમ દ્વારા આરોપી ધીરજ ઉર્ફે હકુ ગગુભાઈ મકવાણા (41) રહે. જીઆઇડીસી પાસે સનાળા રોડ મોરબી, પીન્ટુભાઇ ભુપતભાઈ કારાણી (28) રહે. વૃંદાવન પાર્ક સામાકાંઠે મોરબી અને અનિલ જેસંગભાઈ ચાવડા (30) રહે. કેરાળી મોરબી વાળાને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News