હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાની છેડતી કરીને તેની માતા સાથે ઝઘડો કરીને ધમકી આપનારા શખ્સની ધરપકડ


SHARE





મોરબીમાં સગીરાની છેડતી કરીને તેની માતા સાથે ઝઘડો કરીને ધમકી આપનારા શખ્સની ધરપકડ

મોરબીમાં રહેતા પરિવારની સગીર દીકરીની છેડતી કરનારા શખ્સને સમજાવવા માટે સગીરાની માતા ગઈ હતી ત્યારે તેની સાથે બોલાચેલી ઝઘડો કર્યો હતો અને પથ્થરના છૂટા ઘા કરીને તથા ભાલા જેવુ હથિયાર બતાવીને ધાક ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલાએ એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીમાં રહેતા એક પરિવારની સગીર દીકરીને એક શખ્સ દ્વારા ઈસારા કરીને છેડતી કરવામાં આવતી હતી જેથી સગીરાની માતા છેડતી કરનાર શખ્સને સમજાવવા માટે તેના ઘરે ગઈ હતી ત્યારે નિઝામ ઉર્ફે નિઝો કટિયા નામના શખ્સે સગીરાની માતાને ધાક ધમકી આપી હતી અને પથ્થરના છુટા ઘા કર્યા હતા તેમજ ભાલા જેવું હથિયાર બતાવ્યૂ હતું જેથી ભોગ બનેલ મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં એ ડિવિઝનના પીઆઇ વાય.બી.જાડેજા અને તેની ટીમે આરોપી નિઝામ ઉર્ફે નિઝો જૂસબભાઈ કટિયા (26) રહે. મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 




Latest News