મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ


SHARE









ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ

મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલના વળતર બાબતે છેલ્લા ઘણા દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે દરમ્યાન આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જેતપર ગામે પહોંચ્યા હતા અને ત્યાં ખેડૂતોને ઈશુદાન ગઢવી દ્વારા સંબોધવામાં આવ્યા હતા અને ત્યારે તેમને કહ્યું હતું કે “સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થાય ત્યાર પછી ખેતરમાં થાંભલા નાખવાનું કામ ચાલુ થઈ જશે તેવું અગાઉ જ મેં કહ્યું હતું પરંતુ ખેડૂતો દ્વારા જે રીતે પોતાના હક્ક માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે તે આંદોલન ગુજરાત વ્યાપી કરીને તમામ ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને આગામી સમયમાં પણ રહેશે

મોરબી જિલ્લાના જેતપર ગામે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા ખાનગી કંપનીના વીજપોલના વળતર બાબતે ગામના પાદરમાં ઉપવાસી છાવણી નાખીને ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. અને ખેડૂતો દ્વારા પહેલા વળતર અને પછી કામ તેમજ પૂર વળતર પછી કામની જે માંગ કરવામાં આવે છે જેથી કરીને  છેલ્લા દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ભાજપના રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનો પણ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને આવ્યા છે અને ખેડૂતોને વળતર માટેની ખાતરી આપી આવ્યા છે પરંતુ તે લોકોનો પ્રશ્ન ઉકેલાય તેવું હાલમાં દેખાતું નથી તેવામાં શનિવારે સાંજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી તથા તેની સાથે ધારાસભ્ય હેમંત ખવા જેતપર ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં હાજર રહેલ લોકોને ઈશુદાન ગઢવી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે જ મેં કહ્યું હતું કે ચૂંટણી પૂરી થયા પછી ખેડૂતોના ખેતરની અંદર ખાંભલા ઉભા કરવા માટેની કામગીરી શરૂ થઈ જવાની છે અને આ ખેડૂતોના ખેતરોની અંદર જે થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે તેનાથી ખેડૂતો કમાવાના નથી પરંતુ કંપની, અધિકારીઓ, કોન્ટ્રાક્ટર, નેતાઓ અને પાર્ટી તેમાંથી સો ટકા કમાણી કરવાના છે ત્યારે ખેડૂતોને લમસમમાં એક વખત નહીં પરંતુ દર મહિને ચોક્કસ પ્રોફિટનો હિસ્સો આપવામાં આવે તેવી માંગ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી અને ખેડૂતો જે પોતાની વાજબી માંગણી સાથે હાલમાં મોરબી જિલ્લામાં આંદોલન કરી રહ્યા છે. આવા જ આંદોલન ગામો ગામ કરીને ગુજરાત વ્યાપી આંદોલન ચલાવવું જોઈએ અને તેના માટે થઈને ખેડૂતોને જ્યારે પણ જરૂર હશે ત્યારે આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ હર હંમેશ ખેડૂતોની સાથે જ છે અને આગામી સમયમાં પણ રહેશે




Latest News