મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા


SHARE







રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા

સરકાર દ્વારા પ્રજાના હિત માટે ગ્રાહકોને તુરંત ન્યાય મળે તે હેતુથી ‘જાગો ગ્રાહક જાગો’નું કેમ્પેઇન ચલાવી ખૂબ જ તેમાં સારો પ્રતિસાદ મળતો રહ્યો અને ગ્રાહકો પણ જાગૃત બનવા લાગ્યા અને અન્યાય સામે લડાઇ માટે ગ્રાહક તકરાર નિવારણમાં લોકો જવા લાગ્યા અને ન્યાય પણ મળવા લાગ્યો છે.પરંતુ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદી હાલ વધારે હેરાન-પરેશાન થાય છે, આઠ-આઠ વર્ષ સુધી ચુકાદા આવતા નથી અને હવે તો તારીખો પણ છ-છ મહિનાની મુદ્ત આપવામાં આવે છે. 

સરકારની યોજના ‘જાગો ગ્રાહક જાગો’ પ્રજાના હિતમાં બનાવવામાં આવેલ પણ અત્યારના સંજોગોમાં આ યોજના નિષ્ફળ જતી હોય તેવું દેખાય છે. ગુજરાતની ઘણ બધી ગ્રાહક અદાલતો પણ બંધ છે.સમગ્ર ગુજરાતમાં એક રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનના ન્યાયમૂર્તિ પાસે પાંચ-પાંચ જિલ્લાનો ચાર્જ હોવા છતાં પણ વ્યવસ્થિત ચુકાદાઓ અને સમયસર કેસ ચાલે છે. પરંતુ ગ્રાહકને અસંતોષ થાય અને સ્ટેટ કમીશનમાં જાય ત્યારે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં જાય છે. ત્યાં ન્યાય મળતા આઠ-આઠ વર્ષ થઇ જાય તો પણ ચુકાદો આવતો નથી અને છ-છ મહિનાની મુદ્ત આપવામાં આવે છે.

જો ખરેખર સરકારની યોજના ‘જાગો ગ્રાહક જાગો’ યોજના સફળ બનાવવી હોય તો સ્ટાફની ભરતી કરવી અતિ જરૂરી છે. એક ન્યાયમૂર્તિ પાસે પાંચ-પાંચ જિલ્લાનો ચાર્જ હોય તેની જગ્યાએ દરેક જિલ્લાના સ્વતંત્ર ન્યાયમૂર્તિ હોય તો આ સરકારની યોજના ‘જાગો ગ્રાહક જાગો’ યોજનાનો લાભ લોકોને મળી રહે. આ બાબતે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ વડાપ્રધાનને રજુઆત કરી છે






Latest News