માળીયા (મી)માં પંચવટી(ખીરઈ) ખાતે શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો વિદાય સમારોહ યોજાયો
વાંકાનેરના અમરસર ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે રસ્તાનું કામ બંધ ન થાય તો કોર્ટના દ્વાર ખટખટાવાશે
SHARE
વાંકાનેરના અમરસર ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે રસ્તાનું કામ બંધ ન થાય તો કોર્ટના દ્વાર ખટખટાવાશે
વાંકાનેર તાલુકાના અમરસર ગામે ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રસ્તો બનાવવા માટેની વિન્ડ ફાર્મ કુ. દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમ છતાં પણ ગોચરની જમીનમાં ગેરકાયદેસર રસ્તા બનાવવાની કામગીરી ચાલુ રાખવામા આવશે તો તેને રોકવા માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે તેવું સ્થાનિક લોકોએ રોષની લાગણી સાથે જણાવ્યુ છે
વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતાં ઇબ્રાહીમભાઇ અમીનભાઈ ખોરજિયા, હુસેનભાઈ હાજીભાઈ ખોરજિયા અને સલીમભાઈ તારમામદ બ્લોચ દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે અમરસર ગ્રામ પંચાયત હસ્તકની સર્વે નંબર-૧૦૫ વાળી ગોચરની જમીન ઉપર અનઅધિકૃત રીતે રસ્તો બનાવવાની કામગીરી હાલમાં પવન ચક્કી ઉભી કરનાર કંપની દ્વારા કરવામાં આવી રહી છે જેથી કરીને ગેરકાયદેસર કરવામાં આવતી કામગીરીની રોકવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે
તેમ છતાં પણ કામને રોકવા માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને હાલમાં રસ્તા બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે અગાઉ ગુજરાત હાઈકોર્ટ તેમજ સર્વોચ્ચ અદાલત દ્વારા ગોચરની જમીન ઉપર કોઈપણ પ્રકારની ગોચર સિવાની પ્રવૃતિ ન કરવા માટેના આદેશ કરવામાં આવેલ છે તેનો અનાદર થતો હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે ગેરકાયદેસર રસ્તા બનાવનાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને જો સ્થાનિક અધિકારીઓ દ્વારા નક્કર કામગીરી કરવામાં નહિ આવે તો આગામી સમયમાં કોર્ટની અંદર અરજી કરીને આ મુદ્દે દાદ માગવામાં આવશે તેવું અરજદારોએ પોતાની અરજીમાં જણાવ્યુ છે