વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં પંચવટી(ખીરઈ) ખાતે શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો વિદાય સમારોહ યોજાયો


SHARE







માળીયા (મી)માં પંચવટી(ખીરઈ) ખાતે શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો વિદાય સમારોહ યોજાયો

માળિયા (મી) તાલુકામાં ખીરઈ તાલુકા શાળા તથા પેટા શાળા પ્રાથમિક શિક્ષક પરિવાર આયોજિત પેટ્રોલપંપ પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ પંચવટી(ખીરઈ) ખાતે યોજાયો હતો. નરેન્દ્રભાઈની શિક્ષક તરીકેની કારકિર્દી જામનગર જિલ્લામાંથી શરૂ થઈ હતી અને છેલ્લા ૧૪ વર્ષથી માળિયા તાલુકામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. માળિયા તાલુકામાં માત્ર શિક્ષક તરીકે જ નહીં પણ માળિયા તાલુકા શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ તથા તાલુકા પ્રા. શિક્ષક સંઘના ઉપપ્રમુખના હોદ્દા ઉપર રહીને પણ હંમેશા શિક્ષકોને મદદરૂપ થતા રહ્યા હતા આ કાર્યક્રમમાં માળિયા તાલુકામાંથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર મોટીબરાર પ્રા. શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા તેમજ કુંતાસી પ્રા. શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીનું માળિયા તાલુકા શિક્ષક પરિવાર વતી તાલુકા પંચાયત શિક્ષણ શાખા અને બી.આર.સી. ભવન માળિયા તેમજ માળિયા તા. પ્રા.શિ. સંઘ દ્વારા વિષેશ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને માળિયા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, હસુભાઈ વરસડા, પી.વી. લાવડીયા, મોહનભાઈ કુવાડીયા, નરેન્દ્રભાઈ નિરંજની, વિનુભાઈ રાઠોડ, એમ.વી. લાવડીયા, ધીરૂભાઈ બકુત્રા અને માળિયાની તમામ તાલુકા શાળાના આચાર્યો, સી.આર.સી. મિત્રો, અને સંઘના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન હસુભાઈ વરસડા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ નૈતિકભાઈએ કરી હતી તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ખીરઈ તાલુકા શાળા પરિવારે ખાસ જાહેમત ઉઠાવી હતી.




Latest News