મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ


SHARE







ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતી છે. ત્યારે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં પરીવર્તન આવે તેના માટે કોંગ્રેસ દ્વારા “યોર એકયુકેશન, યોર ફયુચર અને યોર ફાઇટ” એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં દેશભરના યુવાનો શિક્ષણ વ્યવસ્થાને લઈને પોતાના વિચાર રજૂ કરશે  અને ભવિષયમાં તેમાં શું ફેરફાર કરવાની જરૂર છે તેના માટેના સૂચનો પણ આપશે.

શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ છે. જેથી કરીને કોંગ્રેસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રભારી હેમંગભાઈ વસાવડાની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ નયનભાઇ અઘારા, શહેર ક્રોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ કે.ડી.પડસુંબિયા, રાજુભાઇ કાવર સાહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા “યોર એકયુકેશન, યોર ફયુચર અને યોર ફાઇટ” એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં દેશભરના યુવાનો પોતાના વિચાર રજૂ કરે અને ભવિષ્યમાં વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં પરીવર્તન આવે તેના માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસો કરવામાં આવશે.

 

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રભારી હેમંગભાઈ વસાવડાએ જણાવ્યુ હતું કે, તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓઆ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ NEET પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય છે. મોદી સરકારના છેલ્લા દસ વર્ષમાં 89 જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA, વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે આવું ભવિષ્યમાં ન થાય તે માટે કોંગ્રેસ દ્વારા યુવાનો અને વાલીઓને કોંગ્રેસ સાથે જોડીને શિક્ષણ વ્યવસ્થામાં પરીવર્તન લાવવા અને કૌભાંડોને રોકવા માટે એક એપ્લીકેશન લોન્ચ કરવામાં આવેલ છે જેમાં દરેક યુવાનો શિક્ષણ માટેના પોતાના વિચારો રજૂ કરે તેવું આગેવાનોએ આહ્વાન કર્યું હતું.






Latest News