મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો


SHARE









મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો

જુના અમરાપર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડીના ભૂલકાંઓ, બાલવાટિકાના બાળકો તેમજ ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડીના બાળકોને રમત-ગમત અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી રમકડાની કીટ અર્પણ કરવામાં આવી હતી. તેમજ બાલવાટિકાના બાળકોને તેમની પ્રાથમિક શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

ધો. ૧ માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને વિદ્યા પ્રવેશ પુસ્તક આપી શૈક્ષણિક જીવનની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી. સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિદ્યાર્થીઓને સરગવાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ ઉછેરનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ બાળકોને નિયમિત શાળાએ આવવા, અભ્યાસમાં રસ લેવા અને જીવનમાં પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી. કન્યા કેળવણી અંતર્ગત દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી વાલીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકમિત્રો, એસ.એમ.સી.ના સભ્યો, આંગણવાડી કાર્યકરો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફલા બનાવવા માટે શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News