મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ


SHARE







માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ

માળીયા તાલુકાના મોટા દહિસરા ગામે વિવેકાનંદનગર પાસે જાહેરમાં કાર ઊભી હતી અને તે કારને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 222 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 4,03,554 ની કિંમતમાં દારૂનો જથ્થો તેમજ કાર સહિત કુલ મળીને 7,03,554 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયાની તાલુકાના મોટા દહીસરા ગામે જીતુભા જાડેજા રહે. વિવેકાનંદ નગર મોટા દહીસરા વાળાના કબજા વાળી ગાડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે કાર નંબર જીજે 10 બીજી 5225 બાવળની કાંટ પાસે રાખવામાં આવી હતી તે ગાડીને ચેક કરવામાં આવી હતી દરમિયાન આ કારની અંદરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 222 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 4,03,554 રૂપિયાની કિંમતમાં દારૂ તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 7,03,554 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં લગાવવામાં આવેલ નંબર પ્લેટની પોલીસ દ્વારા પોકેટકોપ એપ્લિકેશન મારફતે ખરાઈ કરવામાં આવતા જે ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તે ગાડીમાં લગાવવામાં આવેલ નંબર પ્લેટ ખોટી હોવાનું સામે આવ્યું હતું અને ગાડીમાં લાગેલી નંબર પ્લેટ ખોટી હોવાનું જાણતા હોવા છતાં પણ તેનો ખરા તરીકે ગાડીના માલિક દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીતુભા જીવભા જાડેજા રહે. વિવેકાનંદ નગર મોટા દહીસરા માળિયા મીયાણા વાળા તેમજ તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News