મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ


SHARE









હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ

મોરબીના જેતપર ગામે હાલમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂત આંદોલનને 12 દિવસ થયા છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી અને ખેડૂતોની જે છ માગણીઓ છે તેનાના મુદે સરકાર શું કરવા ઈચ્છે છે તે બાબતની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યારે ઉપવાસી છાવણી ખાતે આવેલ મહિલાઓએ સરકારને ખુલી ચેલેન્જ આપતા કહ્યું છે કે "હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ જ ખેડૂતો તમને હેરાન કરી મુકશે."

મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 12 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવાની માંગ સાથે આંદોલન ચલાવી રહી છે હાલમાં જે વીજ કંપનીઓના વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેની સામે પાશેરામાં પૂણી જેટલું જ વળતર આપવામાં આવી રહ્યું છે જેથી કરીને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતો દ્વારા ગત 18 જૂનથી જેતપર ગામમાં આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે

હાલમાં જેતપર ગામે ચાલી રહેલું આંદોલન ન માત્ર મોરબી જિલ્લાનું પરંતુ ગુજરાતનું આંદોલન બની ગયું છે એટલા જ માટે માત્ર મોરબી જિલ્લામાંથી જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ સમર્થન મળી રહ્યું છે અને ખેડૂતો અહીંયા આંદોલનને સમર્થન આપવા માટે આવતા રહેતા હોય છે અને ખેડૂતોના આંદોલનને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે દરમ્યાન મોરબી જિલ્લા સરપંચ એસોસિયેશન દ્વારા પણ આંદોલનને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે અને જરૂર પડશે તો તમામ સરપંચો મોરબી જિલ્લામાં રાજીનામાં મુકશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ઉલેખનીય છે કે, રવિવારે સરકાર તરફથી આંદોલનકારીઓને મંત્રણા કરવા માટેનો એક પત્ર મોકલવામાં આવ્યો હતો અને તે પત્ર સ્વીકારવાનો આંદોલનકારીઓ ઇનકાર કર્યો હતો કારણકે તેઓની પાસેથી છ માંગણીઓ લેખિતમાં લેવામાં આવી હતી અને તે માંગણી મુદ્દે સરકાર શું કરવા ઈચ્છે છે તે બાબતની કોઈ સ્પષ્ટતા આ પત્રની અંદર કરવામાં આવી ન હતી જેથી આમંત્રણ પત્રને સ્વીકારવામાં આવ્યો ન હતો અને ત્યાર પછીની 24 કલાકમાં સરકાર તરફથી આંદોલનનો સુખદ અંત આવે તેના માટેના કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેવું આંદોલનકારી રાકેશભાઈ અમૃતિયાએ જણાવ્યુ છે.

દરમિયાન આંદોલનમાં ઉપવાસી છાવણીની મુલાકાતે ટંકારાના નેકનામ, ધ્રોલના માવાપર અને જોડિયાના અંબાલા ગામેથી ખેડૂતો અને મહિલાઓ જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને ત્યારે મહિલાઓ સહિતના લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “હાલમાં ખેડૂતોને ભૂખ હડતાલ કરવી પડે, હેરાન થવું પડે આવી સ્થિતિ સરકારે ઉભી કરી છે આ સરકારને 2027 માં જ્યારે ચૂંટણી વખતે મતની જરૂર હશે ત્યારે ખેડૂતો અને પાટીદારો હેરાન કરી મૂકશે” તેવી ખુલ્લી ચેલેન્જ આપી છે અને વર્તમાન સરકાર કંપનીની જ સરકાર છે તેવો આક્ષેપ પણ કર્યો હતો.






Latest News