વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત


SHARE





મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત

મોરબીના જેતપર ગામે છેલ્લા 18 દિવસથી ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમિયાન આજે મોડી રાત્રે ઉપવાસી નેહુલભાઈ અમૃતિયાની તબિયત લથડી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે દરમ્યાન આંદોલન સમિતિ દ્વારા સોમવારે રાત્રે 9:30 કલાકે ઉપવાસી છાવણી ખાતે ઉપવાસ કરી રહેલા ખેડૂતોના પારણા કરાવીને સરકાર અને ખાનગી વીજકંપની સામે વીજ પોલના વળતર માટે ગુજરાતના ખેડૂતોને સમિતિમાં જોડીને આંદોલન પાર્ટ 3 શરૂ કરવા માટેની જાહેરાત કરી છે.

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના પોલની સામે પૂરતું વળતર મેળવવા માટે થઈને છેલ્લા 18 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે 18 મા દિવસે મોડી રાત્રે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલભાઈ અમૃતિયાની તબિયત લથડી હતી જેથી તેમને સારવાર માટે પ્રથમ જેતપરમાં આવેલ સીએચસી ખાતે અને ત્યારબાદ મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે દરમિયાન આંદોલન સમિતિના સભ્યોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 18 દિવસથી ઉપવાસ કરી રહેલા નેહુલભાઈને જો કંઈ પણ થશે તો સમગ્ર ગુજરાતની અંદર તેના પડઘા પડશે અને હાલમાં ઉપવાસીઓની તબિયત લથડી રહી છે ત્યારે તેઓના હિત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સોમવારે રાત્રે 9:30 કલાકે જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી ખાતે ઉપવાસીઓના પારણા કરાવવા માટેનો નિર્ણય આંદોલન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે અને તેની સાથોસાથ સમગ્ર ગુજરાતમાંથી આ ખેડૂત આંદોલનને જે રીતે સમર્થન આપવામાં આવ્યું હતું તે જોતા સોમવારે યોજનાર પારણાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની અંદરથી ખેડૂતો આવે તેના માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા વીજ પોલના વળતર માટે જે નવી નીતિ જાહેર કરવામાં આવી છે તેને ધ્યાને લઈને પારણા કરવામાં આવી રહ્યા નથી નો અભ્યાસ સંપૂર્ણ પૂર્ણ થયો નથી તેવી પણ સ્પષ્ટતા આંદોલન સમિતિ દ્વારા કરવામાં આવી છે અને સોમવારે રાત્રે ઉપવાસીઓના 9:30 કલાકે પારણા કરવામાં આવ્યા બાદ આંદોલન પાર્ટ 3 માટેની કાર્યકમમાં આવેલ ખેડૂતો સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને આ આંદોલનની અંદર ન માત્ર જેતપર ગામની સમિતિ પરંતુ ગુજરાતભરના ખેડૂતોને બોલાવીને નવી સમિતિ બનાવીને વ્યૂહ રચના સાથે આંદોલન પાર્ટ 3 શરૂ કરવામાં આવશે તેવું પણ આંદોલન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે




Latest News