મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડા ગામની સીમમાં વાડીના મકાનમાંથી દારૂ-બિયરની 531 પેટીઓ સાથે બે આરોપીની ધરપકડ, 29.47 લાખનો મુદામાલ કબ્જે: બેની શોધખોળ


SHARE





વાંકાનેરના ગુંદાખડા ગામની સીમમાં વાડીના મકાનમાંથી દારૂ-બિયરની 531 પેટીઓ સાથે બે આરોપીની ધરપકડ, 29.47 લાખનો મુદામાલ કબ્જે: બેની શોધખોળ

વાંકાનેરના ગુંદાખડા ગામની સીમમાં વાડીએ આવેલ મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી દારૂ  બીયરની અલગ અલગ બ્રાન્ડની 531 પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે 29,47,564 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં બે આરોપી ધરપકડ કરેલ છે તેમજ માલ આપનારા બે શખ્સના નામ સામે આવ્યા હોય કુલ ચાર શખ્સ અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે


વાંકાનેર તાલુકાના પીઆઈ બી.વી.પટેલને મળેલી ખાનગી હકીકત આધારે સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં નાથાભાઈ હરજીભાઈ વાજાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસ દ્વારા દારૂ-બીયરની અલગ અલગ બ્રાન્ડની 531 પેટીઓ કબજે કરવામાં આવી હતી અને 29,47,564 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો હાલમાં સ્થળ ઉપરથી પોલીસ દ્વારા આરોપી નાથાભાઈ હરજીભાઈ વાજા રહે. ગુંદાખડા તથા અશ્વિનભાઈ નાથાભાઈ વાજા રહે. ગુંદાખડા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો રાજસ્થાનના ટકો અને થાનના જીતેશભાઈ ભીમાભાઇ રંગપરા વાળાએ મોકલ્યો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે પકડાયેલા બે આરોપી તથા પકડવાના બે આરોપી અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઇ તથા તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી




Latest News