મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં મોબાઇલ ચોરવા બાબતની બોલાચાલીનો ખાર રાખીને ચાર શખ્સોએ છરી, પાઇપ અને ધોકા વડે કર્યો હુમલો: ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિ સારવારમાં


SHARE









હળવદમાં મોબાઇલ ચોરવા બાબતની બોલાચાલીનો ખાર રાખીને ચાર શખ્સોએ છરી, પાઇપ અને ધોકા વડે કર્યો હુમલો: ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિ સારવારમાં

હળવદના નવા દેવળીયા ગામે રહેતા યુવાનના ભાઈ સાથે મોબાઈલ ચોરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા ધોકા, પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાનને માથાના ભાગે લાકડાનો ધોકો મારીને ઈજા કરી હતી જ્યારે સાહેદને પડખાના ભાગે છરીનો ઘા મારીને ઇજા કરવામાં આવી હતી અને કુલ ત્રણ વ્યક્તિઓને ધોકા, પાઇપ અને છરી વડે માર મારીને ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના જુના દેવળીયા ગામે રહેતા મેહુલભાઈ દેવશીભાઈ વડેચા (23)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફિરોજભાઈ ઈસાભાઈ મિયાણા, વિરલભાઈ રતિલાલ મિસ્ત્રી, યુવરાજસિંહ ચકુભા દરબાર અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના ભાઈ રાહુલ સાથે મોબાઈલ ચોરવા બાબતે ફિરોજ અને વિરલને બોલાચાલી ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને આરોપીઓ ભેગા થઈને ફરિયાદીની વાડીએ આવ્યા હતા અને તેના ઘર પાસે જઈને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો  માર મારીને ઝઘડો કર્યો હતો ત્યારે ફિરોજે લાકડાના ધોકા વડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો જ્યારે યુવરાજસિંહ છરી વડે હુમલો કરીને સાહેદ વિપુલભાઈને પડખાના ભાગે છરીનો ઘા મારીને ઇજા કરી હતી અને આરોપીઓએ તેની પાસે રહેલ ધોકા, પાઇપ અને છરી વડે ફરિયાદી તથા સાહેદોને માર માર્યો હતો તેમજ સાહેદ કમલેશભાઈને મોઢાના ભાગે માર મારીને ફેકચર જેવી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News