મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં પતિને મારી નાખવાની ધમકી આપીને મહિલાની સાથે દુષ્કર્મ


SHARE





હળવદના ગ્રામ્ય વિસ્તારમાં પતિને મારી નાખવાની ધમકી આપીને મહિલાની સાથે દુષ્કર્મ

હળવદના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી મહિલા સાથે તેના પતિને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જોફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ કરી છે

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની મહિલાને દુષ્કર્મનો ભોગ  બનાવવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે ભોગ બનેલ મહિલાને તેના પતિને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને તે મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી ભાવેશભાઈ ખેંગારભાઈ કોળી સામે નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા
મોરબીના પ્રેમજીનગર ગામે રહેતા હીનાબેન રાહુલભાઈ જાદવ (23) નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી દુર્ગાલાલ બાબુલાલ ઓડ (30) નામના યુવાનને રફાળેશ્વર નજીક પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા
મોરબીમાં જેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા ગણપતભાઈ રૂપાભાઈ (31) નામના યુવાનને લાયન્સનગર વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીમાં આવેલ મયુર સોસાયટીમાં રહેતા કવિતાબેન સતિષભાઈ (28) નામના મહિલાએ કોઈ કારણોસર ટોયલેટ ક્લીનર પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News