હળવદના ગ્રામ્ય વિસ્તારમાં પતિને મારી નાખવાની ધમકી આપીને મહિલાની સાથે દુષ્કર્મ
મોરબીમાં બની રહેલા ઓવરબ્રિજમાં પિલ્લરની મજબૂતાઈ નિયમ મુજબની ન હોય કોન્ટ્રાકટરને સ્વખર્ચે તોડી પડી ફરી બનાવવા આદેશ
SHARE
મોરબીમાં બની રહેલા ઓવરબ્રિજમાં પિલ્લરની મજબૂતાઈ નિયમ મુજબની ન હોય કોન્ટ્રાકટરને સ્વખર્ચે તોડી પડી ફરી બનાવવા આદેશ
મોરબીમાં નટરાજ ફાટકે ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, હાલમાં જે પિલ્લર ઊભા કરવામાં આવી રહ્યા છે તેમાંથી કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે એક પિલ્લરની મજબૂતાઈ નબળી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ઓવરબ્રિજ ઉપર ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે પિલ્લરને કોન્ટ્રાકટર દ્વારા પોતાના ખર્ચે તોડી પાડીને નવેસરથી બનાવવા માટેનો માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા આદેશ કરવામાં આવેલ છે જેથી હાલમાં પિલ્લરને તોડી પાડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે નટરાજ ફાટકે ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે અને આ કામ અમદાવાદની રણજીત બિલ્ડકોન કંપની આપવામાં આવ્યું છે જો કે, છેલ્લા ઘણા મહિનાઓથી પિલ્લર ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે તેવામાં અગાઉ પાંચ નંબરના ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું છે તેમાં કામ દરમ્યાન કોંક્રિટના ભરાઈ વખતે તેનું એલાઈમેંટ ખસી ગયું હતું જેથી તે ભાગ નમી ગયો હોય તેને કોન્ટ્રાકટરના ખર્ચે તોડીને નવેસરથી બનાવવામાં આવેલ હતો ત્યાર બાદ હાલમાં જે પિલ્લર ઊભા કરવામાં આવે છે તેમાંથી મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર તરફ જાવ માટેના રસ્તા ઉપર જે પિલ્લર ઉભો કરવામાં આવેલ છે તેમાં નિયમ મુજબની મજબૂતાઈ જોવા મળી ન હતી જેથી કરીને ભવિષ્યમાં આ ઓવરબ્રિજ ઉપર કોઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પિલ્લરને કોન્ટ્રાકટર તેના ખર્ચે તોડીને નવેસરથી બનાવે તેના માટેનો આદેશ કરવામાં આવેલ છે. વધુમાં માર્ગ મકાન વિભાગ અધિકારી હિતેશ આદ્રોજા પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ પિલ્લર ઊભો કરવામાં આવે તેના ચોક્કસ સમયગાળા પછી તેની મજબૂતાઈ ચેક કરવામાં આવે છે જે એમ-35 હોવી જોઈએ જોકે જે પિલ્લરને તોડવા માટેનો આદેશ કર્યો છે તેની મજબૂતાઈ એમ-33 આવી હતી જેથી નિર્ધારિત મજબૂરાઈ પિલ્લરમાં જોવા મળી ન હતી જેથી તેને તોડીને ફરીથી બનાવવા માટેનો આદેશ કર્યો છે. જેથી કોન્ટ્રાકટર દ્વારા પિલ્લરને તોડી પાડવા માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વધુમાં અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે એક કિલો મિટર ની લંબાઈનો આ ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ રણજિત બિલ્ડકોન કંપનીને આપવામાં આવ્યું છે અને અંદાજે 80 કરોડ રૂપિયાના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવાનો છે જે કામ ઓક્ટોબર-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ આજની તારીખે પિલ્લર પણ ઊભા થયા નથી તો કામ ક્યારે પૂરું થશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે.