મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી સબ જેલની કલેક્ટરે લીધી મુલાકાત: કેદીઓની સુવિધાઓ અને જેલ વ્યવસ્થાની કરી સમીક્ષા


SHARE





મોરબી સબ જેલની કલેક્ટરે લીધી મુલાકાત: કેદીઓની સુવિધાઓ અને જેલ વ્યવસ્થાની કરી સમીક્ષા

મોરબી જિલ્લામાં જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બને અને જેલ નિયમોનું ચુસ્ત પાલન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી સબ જેલની મુલાકાત લઈ વ્યાપક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ જેલના વિવિધ સત્તાવાર રજિસ્ટર્સ અને કેદીઓના મુલાકાતીઓ અંગે રાખવામાં આવતા રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરી હતી.

આ તકે કલેક્ટરે જેલની જુદી-જુદી બેરેકમાં રૂબરૂ જઈને કેદીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમના સ્વાસ્થ્ય તેમજ જેલ પ્રશાસન તરફથી મળતી સુવિધાઓ અંગે પૃચ્છા કરી હતી. જેલમાં કેદીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાના માપદંડ ચકાસવા માટે કલેક્ટરે પોતે જેલમાં ભોજનનો સ્વાદ ચાખીને રાંધેલા ખોરાકની ગુણવત્તાની પ્રત્યક્ષ ખાતરી કરી હતી. તેમણે માનવીય અભિગમ સાથે કેદીઓ માટેના ટોઇલેટ તેમજ બાથરૂમ વિસ્તારની મુલાકાત લઈ ત્યાંની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મહિલા કેદીઓની બેરેકમાં જઈને તેમણે મહિલાઓની સુરક્ષા, સલામતીના સંવેદનશીલ મુદ્દાઓ અને પરિસરમાં જળવાતી સ્વચ્છતાની પરિસ્થિતિની વિશેષ ચકાસણી કરી હતી. સમગ્ર જેલ કેમ્પસનું ખૂણે-ખૂણેથી બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ કલેક્ટરએ જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા અને માનવીય દૃષ્ટિકોણથી જરૂરી એવા જેલ સુધારાત્મક પગલાંઓ અમલમાં મૂકવા માટે જેલર સહિતના હાજર અધિકારીઓને સ્થળ પર જ સૂચનો આપ્યા હતા




Latest News