મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડા ગામની સીમમાંથી ગેરકાયદે ખનીજ-કોલસાના જથ્થા સાથે બે પકડાયા: 80 લાખનો મુદામાલ કબ્જે


SHARE





વાંકાનેરના ચિત્રાખડા ગામની સીમમાંથી ગેરકાયદે ખનીજ-કોલસાના જથ્થા સાથે બે પકડાયા: 80 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેરના ચિત્રાખડા ગામના સરકારી ખરાબમાં ખનીજનો સંગ્રહ કર્યો હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ડમ્પર, હિટાચી મશીન તથા શંકાસ્પદ કોલસો અને ફાયર કલેનો જથ્થો મળી આવ્યો હતો જેથી 80 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ અંગેની ખાણ ખનીજ વિભાગના અધિકારીની જાણ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા ઉપર સમયાંતરે પોલીસ વિભાગ દ્વારા ધોંસ બોલાવવામાં આવે છે તેવામાં જિલ્લા એસઓજીના પીઆઇ આર.સી.ગોહિલ અને તેઓની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચિત્રાખડા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે ગેરકાયદે શંકાસ્પદ હાલતમાં કોલસો અને ફાયર કલેનો જથ્થો આશરે 850 મેટ્રિક ટન મળી આવ્યો હતો જેથી સ્થળ ઉપરથી ડમ્પર નંબર જીજે 13 એએક્સ 7234 જેની કિંમત 30 લાખ રૂપિયા અને એક હીટાચી મશીન જેની કિંમત 50 લાખ રૂપિયા આમ કુલ મળીને 80 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી દાનાભાઈ બાલુભાઈ ડાભી રહે. વર્માધાર તાલુકો થાન અને અમૃતભાઈ માધાભાઈ કેરાળીયા રહે. ઉંડવી તાલુકો થાન વાળાને પકડવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી અને મુદ્દામા સોંપી દેવામાં આવેલ છે તેમજ આ દંડ વસૂલવાની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી છે




Latest News