મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં. 10 માં રસ્તા ઉપર ગેરકાયદે મકાનનું બાંધકામ તોડી પાડવા સ્થાનિક ચારેય કાઉન્સિલરની મેયર-કમિશનર રજૂઆત


SHARE





મોરબીના વોર્ડ નં. 10 માં રસ્તા ઉપર ગેરકાયદે મકાનનું બાંધકામ તોડી પાડવા સ્થાનિક ચારેય કાઉન્સિલરની મેયર-કમિશનર રજૂઆત

મોરબીના વોર્ડ નં. 10 માં વર્ષો જૂના મેન રોડ ઉપર ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને હાલમાં આ ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે સ્થાનિક ચારેય કાઉન્સિલર દ્વારા મહાપાલિકાના મેયર અને કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને આ ગેરકાયદે બાંધકામના લીધે ચોમાસામાં વરસાદી પાણીનો રસ્તો બંધ થવાથી ભવિષ્યમાં પ્રશ્ન ઊભા થાય તેવી શક્યતા છે જેથી વહેલી તકે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે રજૂઆત કરવામાં આવી છે જોકે ગેરકાઇદે બાંધકામ દૂર કયારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં 10 ના કાઉન્સિલર ગણેશભાઈ ડાભી, ભાવેશભાઈ કંઝારીયા, સોનલબેન બાવરવા અને અલ્પાબેન કંઝારીયા દ્વારા હાલમાં મેઇન રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ થતું હોવા અંગેની મહાપાલિકાના મેયર અને કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓજણાવ્યું છે કે વોર્ડ નં. 10 માં આવેલ ગોકુલનગર લાયન્સ નગર મેઇન રોડ ઉપર પાવર હાઉસના ગેટ પાસે વર્ષો જુના રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક રહીશો દ્વારા તેમજ પાવર હાઉસના અધિકારીઓ દ્વારા મહાપાલિકામાં અગાઉ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કાર્યવાહી કરીને બાંધકામને સ્ટે આપેલો હતો અને સીલ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડિમોલેશન પણ ચાલુ કરેલ હતું પરંતુ અરજદાર પાસે માધાપર સર્વે નં. 910 નું ટિપ્પણ બિન ખેતી મનુ પાર્ક આખાયની માપણી કરાવેલ લેઆઉટ પ્લાન અને ટિપ્પણ છે જો કે, લેઆઉટ પ્લાન ટિપ્પણની સાથે સુસંગત નથી છતાં કોઈપણ વિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદે બાંધકામ દાદાગીરીથી કરવામાં આવી રહ્યું છે જેથી મહાપાલિકાના અધિકારી દ્વારા તા. 4/7/2026 ના રોજ સ્થળ પર વિઝીટ કરવામાં આવી હતી અને છતાં પણ ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે જેથી ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે અને વર્ષો જૂનો જે રસ્તો હતો તેને ચાલુ રાખવા માટે તેમજ પીવાના પાણીની લાઈન, સ્ટ્રોમ વોટર, ભૂગર ગટર અને નગરપાલિકા દ્વારા સીસી રોડ પણ કરવામાં આવેલ છે તેને ધ્યાને રાખીને ચોમાસામાં ઉપરવાસનું વરસાદી પાણી નિકાલ બંધ થવાના લીધે સોસાયટીમાં ભરાઈ જાય તેવી પણ શક્યતા છે જેથી સ્થાનિક ચારેય કાઉન્સિલર દ્વારા સંયુક્ત રીતે રજૂઆત કરીને રસ્તા ઉપર કરવામાં આવી રહેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટેની માંગ કરવામાં આવેલ છે અને મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની માહિતી આપવા માટે પણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.




Latest News