મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન
Breaking news
Morbi Today

આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી


SHARE









આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી

મોરબીમાં નિર્દયતાથી પથ્થરનો ઘા મારીને રસ્તે રજડતા શ્વાનની આંખ એક શખ્સ દ્વારા ફોડી નાખવામાં આવી હતી અને આ બનાવ સીસીટીવી કેમેરામાં થયેલ હોય તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મોરબીમાં દરબારગઢ નજીક આવેલ પારેખ શેરીમા આવેલી ખોખાણી શેરીમાં રજડતા શ્વાનને મારવા માટે થઈને એક શખ્સ દ્વારા પથ્થર હાથમાં લેવામાં આવેલ હતો અને ત્યારબાદ શ્વાનને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે નિર્દયતા પૂર્વક પથ્થરનો ઘા મોઢા ઉપર મારવામાં આવ્યો હતો જેથી શ્વાનની એક આંખ ફૂટી ગઈ હતી અને ત્યારબાદ આ શખ્સ ત્યાં શ્વાનને માર માર્યા બાદ સ્કૂટર ઉપર બેઠો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે, શ્વાનને પથ્થર મારવામાં આવ્યો હતો તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તેના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને શ્વાનને પથ્થર માર મારનાર શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે ગત તા. 17/7 ના રોજ સાંજના 6 વાગ્યાના આસરામાં ખોખાણી શેરીમાં ખૂણા પાસે બેસતા યુવાનો પૈકી એક શખ્સ દ્વારા રસ્તા રજડતા શ્વાનને મોઢાના ભાગે પથ્થરનો ઘા મારવામાં આવેલ હતો આ ઘટનાનો સીસીટીવી કેમેરાનો વિડિયો સામે આવતા જીવદયા પ્રેમીઓ સહિતના લોકો અબોલ જીવને નિર્દયતા પૂર્વક માર મારનારા શખ્સ ઉપર ચોમેરથી ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.




Latest News