મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત

મોરબીના જેતપર ગામે ખેતીની જમીન વાવવા માટે યુવાને રાખી હતી અને તેમાં કપાસનું વાવેતર કર્યું હતું જો કે, કપાસનો પાક નબળો પડી ગયો હોવાના કારણે ખેતર વાવવા માટે રાખનાર યુવાન ચિંતા કરતો હતો દરમ્યાન તેને લાગી આવતા યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર ગામે જયેશભાઈ અમરશીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા નયન માનસિંગભાઈ મોહનિયા (25)એ ખેતીની જમીન જેતપર ગામે વાવવા માટે થઈને રાખી હતી અને તેમાં કપાસનું વાવેતર કર્યું હતું અને કપાસનો પાક નબળો પડી ગયો હોવાની ચિંતામાં તેને લાગી આવ્યું હતું જેથી વાડીએ આવેલ પોતાની ઓરડીમાં દરવાજો અંદરથી બંધ કરીને ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનોનું મોત નિપજ્યું હોય તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની જયેશભાઈ અમરશીભાઈ અઘારા રહે. જેતપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીની ઢુવા ચોકડી પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ભગતભાઈ જામસિંગ (26) નામના યુવાનને કારખાનામાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

માળીયા તાલુકાના ખાખરેચી ગામે રીતેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા લક્ષ્મીબેન મેસરિયાભાઈ રાઠવા (26) નામની મહિલાને વાડીએ ઝેરી જનાવર કરડી જવાના કારણે તેને સારવાર માટે જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News